કોરોનાની સારવાર લઈ રહેલા માંગરોળ અને જૂનાગઢના યુવાનો સંક્રમણ મુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા - માંગરોળ
કોરોના સંક્રમણની સારવાર લઈ રહેલા જૂનાગઢ અને માંગરોળના બે યુવાનો કોરોના મુક્ત જાહેર થતાં આ બંને યુવાનોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ વખતે હોસ્પિટલનો સ્ટાફ અને તબીબોએ બંને યુવાનોને ઉત્સાહ પ્રેરક વાતાવરણમાં હોસ્પિટલમાંથી રજા આપી હતી.
![કોરોનાની સારવાર લઈ રહેલા માંગરોળ અને જૂનાગઢના યુવાનો સંક્રમણ મુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા Junagadh Civil Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7261500-681-7261500-1589882837755.jpg)
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ
જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સારવાર લઈ રહેલા 9 પૈકી બે યુવાનો સંક્રમણ મુક્ત જાહેર થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જુનાગઢ શહેરના મધુરમ વિસ્તારનો યુવાન કોરોના સંક્રમિત આવતા આ બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના ત્રણે રિપોર્ટ સતત નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
માંગરોળ અને જૂનાગઢના યુવાનો સંક્રમણ મુક્ત થતા હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા