પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બોળદર ગામના ગુમ થયેલા યુવાનનો મૃતદેહ જૂનાગઢ નજીક પ્લાસવા ગામની સિમમાંથી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા. જેને લઈને જૂનાગઢ અને પોરબંદર દ્વારા બે આરોપીની અટકાયત કરીને વધુ તપાશ હાથ ધરી છે.
સસ્તા સોનાની લે-વેચની લાલચમાં યુવાને ગુમાવ્યો જીવ જુનાગઢમાં સસ્તા સોનાનો સોદો અંતે પડ્યો ભારે સસ્તું સોનુ વહેંચવાની જાહેરાતને લઈને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બોડદર ગામના મેણંદ લુવા નામના યુવાનનો મૃતદેહ જૂનાગઢ નજીક પ્લાસવા ગામની સીમમાં જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી.
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બોડદર ગામનો મેણદ લુવા નામનો યુવાન સસ્તા સોનાનો વેપાર કરતો હતો. જેની મુલાકાત જૂનાગઢ 5 જેટલા આરોપી સાથે સોસીયલ મીડિયાના માધ્યમ થકી થઇ હતી.
મૃતક યુવાનને સસ્તું સોનુ લઈને આરોપી યુવાનોએ જૂનાગઢ બોલાવ્યો હતો. પરંતુ મૃતક યુવાન સોનુ સાથે લાવ્યા વગર જૂનાગઢ આવતા આરોપી યુવાનો અને મૃતક યુવાન વચ્ચે કોઈ વાતને લઈને માથાફૂટ થતા આરોપી યુવાનોએ મેણંદને લાકડી અને લોખંડના પાઇપ વડે મરણતોલ માર મારતા મેણંદ નામના યુવાનું ઘટના સ્થળેજ મોત થયું હતું.
મૃતક યુવાન તેના ગામ બોડદર નહિ પહોંચતા ગત તારીખ 6ના રોજ કુતિયાણા પોલીસમાં મેણંદના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે કુતિયાણા પોલિસીને મળેલી માહિતી પ્રમાણે મૃતક મેણંદ જૂનાગઢ તરફ આવ્યો હોવાની માહિતી મળી હતી. પરંતુ યુવાનનો કોઈ પત્તો નહિ લાગતા પોલીસ દ્વારા મેણંદના મોબાઈલ ફોનની તપાસ કરતા કોલ ડીટેઇલની આધારે સમગ્ર મામલો ઉજાગર થયો હતો.
કોલ ડિટેલના આધારે મૃતક યુવાન મેણંદ દ્વારા જૂનાગઢના કેટલાક યુવાનોનો સંપર્ક કર્યો હતો. જે પૈકી બે યુવાનોની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા તેમણે મેણંદ નામના યુવાની સસ્તું સોનુ નહિ આપતા હત્યા કરી હોવાની કબૂલાત આપતા જૂનાગઢ અને પોરબંદર પોલીસ દ્વારા અટક કરીને વધુ તપાસ હાથ ધરી હતી.