જૂનાગઢઃ આજથી પવિત્ર શ્રાવણ માસના ધાર્મિક તહેવારની ઉજવણી થઇ રહી છે, આજે બોળચોથના પ્રસંગે મહિલાઓ દ્વારા ગૌ માતાની વિશેષ પૂજા કરવાનો મહિમા હોય છે, જેને લઈને આજે મહિલાઓએ ગાય માતાની પૂજા કરીને બોળચોથના તહેવારની ઉજવણી કરી હતી. આજના તહેવારને બોળચોથની સાથે બકુલા ચોથ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગૌ સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. જેને લઈને ઘરની લક્ષ્મી ગણાતી મહિલાઓ દ્વારા ગાય માતાની વિશેષ પૂજા કરવામાં આવી હતી.
આજે બોળચોથના પાવન પ્રસંગે મહિલાઓએ ગૌ માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે કરી પૂજા - બોળચોથ
આજથી શ્રાવણ મહિનાના ધાર્મિક કાર્યક્રમોની શુભ શરૂઆત થઈ રહી છે આજે બોળચોથના ધાર્મિક પ્રસંગે મહિલાઓ દ્વારા ગૌ માતાની વિશેષ પૂજા કરવાનો આજના દિવસે વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે મહિલાઓએ ગાય માતાની પૂજા કરીને બોળચોથના ધાર્મિક તહેવારની ઉજવણી કરી હતી.
આપણા હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, ત્યારે આજના દિવસે ગાયની પૂજા કરવાથી સમગ્ર દેવી-દેવતાઓની પૂજા કરવાની વિશેષ તક મળે છે અને તેના થકી જ દરેક પરિવારનો ભાગ્યોદય પણ થતો હોય છે. તેવી આપણી હિન્દુ ધાર્મિક પરંપરા આજે પણ ઉજાગર થતી જોવા મળે છે.
બોળ ચોથના દિવસે અનાજ દળવાના કે ખાંડવા રસોડામાં ચપ્પુનો ઉપયોગ નહીં કરવાની પણ વિશેષ પરંપરા આપણા હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે. જેને લઇને બોળ ચોથ એટલે કે બકુલા ચોથનો આપણા હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવતું હોય છે અને આજના દિવસથી શ્રાવણ મહિનાના મહત્વના તહેવારોની શુભ શરૂઆત પણ થતી હોય છે.