કેશોદના નાનીઘંસારી ગામમાં રહેતા માધાભાઈ માકડીયાની ગામતળમાં જમીનનો 30 વર્ષથી કબ્જો ધરાવે છે. આ કબ્જો પહેલા માણાવદર તાલુકાના થાનીયાણા ગામના રહેવાસી મેપાભાઈ વાસુર પાસે હતો. તેમની પાસેથી કબ્જો મેળવીને 10 વર્ષ પહેલા આ ખેતરનો કબ્જો લેખિતમાં સોંપવામાં આવ્યો હતો. તેમ છતા હાલ કબ્જો ધરાવતા નાનીઘંસારી ગામના માધાભાી થાનીયાણા ગામના મેપાભાઈ દ્વારા વાવણી કરવા દેવામાં ન આવતા સાથે જ ખેતરમાં પણ જવા દેવામાં આવતા ન હતા.
કેશોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જમીનને લઈને મારામારી - Sanjay Vyas
જૂનાગઢ: જિલ્લામાં આવેલા કેશોદના નાની ઘંસારી ગામમાં પેશકદમી જમીનના મન દુખમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે બોલાચારી થયા બાદ મારામારીનો બનાવ બન્યો છે.
કેશોદમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે જમીનને લઈને થઈ મારામારી
આ બાબતને લઈને માધાભાઈ દ્વારા બે દિવસ અગાઉ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત થાનીયાણા ગામના મેપાભાઈ તેમજ તેમના પત્ની દેવીબેન દ્વારા માધાભાઈ માકડીયા તેમજ તેમના પત્ની ચંપાબેનને અપશબ્દો બોલીને તેમજ મારમારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. આ મારામારીમાં માધાભાઈ અને તેમના પત્નીને ઈજા પહોંચતા તેમને કેશોદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પોલીસ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.