- જૂનાગઢ મહાનગર પાલિકાને રોડ-રસ્તા, પાણી મુદ્દે નગરજનો દ્વારા આવેદનપત્ર
- રોડ રસ્તા પાણી મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનોની માગ
- સરકાર દ્વારા ચાલતી જનધન યોજનામાં એજન્ટો દ્વારા ચલાવામાં આવી રહી છે લૂંટ
જૂનાગઢઃ મહાનગર પાલિકાને રોડ રસ્તા પાણી મુદ્દે નગરજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા પાણીની સમસ્યાથી પીડાતા નગરજનોએ મહાનગર પાલિકાને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું છે કે, બીલખા રોડ તેમજ આસપાસની સોસાયટીઓના રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. જેની તાત્કાલિક કાર્યવાહી કરવા નગરજનો દ્વારા માગ કરવામાં આવી હતી.
જૂનાગઢ મહાનગર પાલિકાને રોડ-રસ્તા, પાણી મુદ્દે નગરજનોએ આવેદનપત્ર પાઠવ્યું બિસ્માર બનેલા રસ્તાની તાત્કાલિક કાર્યવાહી કરવા લોક માગ
જયારે સરકાર દ્વારા ચાલતી જનધન યોજનામાં એજન્ટો દ્વારા ગરીબો પાસેથી સો સો રૂપિયા લયને ગરીબોને લૂંટતા બચાવવાની માગ કરાઇ છે. હાલતો મહાનગર પાલિકા નીચે આવતા તમામ વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગત ચોમાસાના વરસાદથી રસ્તાનું ધોવાણ થયેલ પરંતુ આ ધોવાણ લોકોને દેખાઇ છે પરંતુ સત્તાધીશોને દેખાતું નથી તેવા અનેક સવાલો ઉભા થયા છે. આ વર્ષે સારો વરસાદ થયો છે અને પાણીની અછત સર્જાઇ નથી પરંતુ હજુતો શિયાળાની શરૂઆતમાંજ નગરજનોને પાણી માટે વલખાં મારવા પડે છે, ત્યારે ઉનાળામાં આ નગરજનોની શું દશા થશે તેતો જોવાનુંજ રહ્યું.