જૂનાગઢ : કોરોના વાયરસને કારણે સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓ હવે આગામી 25 તારીખથી શરૂ થવા જઈ રહી છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી 25મી તારીખથી સ્થગિત કરવામાં આવેલ પૈકી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે જે દિશા નિર્દેશો આપ્યા છે. તે મુજબ આગામી 25 તારીખથી પરીક્ષાઓ શરૂ કરવાનું આયોજન નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાઇરસને કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાઓ ઝીગઝેક બેઠક વ્યવસ્થા મુજબ હાથ ધરાશે - Corona virus
કોરોના વાયરસને કારણે સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓ પૈકી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી 25મી તારીખથી શરૂ કરવામાં આવશે. આ પરીક્ષાઓમાં પ્રથમ વખત ઝીગઝેગ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવાનો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે.
![કોરોના વાઇરસને કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાઓ ઝીગઝેક બેઠક વ્યવસ્થા મુજબ હાથ ધરાશે narasimha mehta university](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382090-thumbnail-3x2-ghg-2.jpg)
નરસિંહ મહેતા યુનિવર્સિટી
આગામી 25થી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા વર્ષની પરીક્ષાઓ શરૂ થશે
જેમાં પ્રથમ તબક્કામાં બી.એ ત્યારબાદ બી.કોમ અને બી.એસ.સી એમ ત્રણેય વિદ્યાશાખાની અલગ-અલગ દિવસોમાં પરીક્ષા યોજવાનું આયોજન પણ યુનિવર્સિટીએ કર્યું છે. જે આગામી 25મી તારીખથી શરૂ થશે.