જૂનાગઢમાં ગિરનાર પર્વતની આસપાસ સતત વધી રહ્યો છે દીપડાનો આતંક - Panther terror in forest area in Junagadh
લોકડાઉનના કારણે ગિરનાર પર્વત અને જંગલ વિસ્તારમાં લોકોની અવરજવર બંધ હોવાથી દીપડો આવી ચડતા વયોવૃદ્ધ બે સાધુઓનો શિકાર કર્યો હતો. જેથા ગીરનારવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.

જૂનાગઢમાં ગિરનાર પર્વત અને તેની આસપાસ સતત વધી રહ્યું છે દીપડાનો આતંક
જૂનાગઢઃ ગિરનાર પર્વત અને તેની આસપાસ છેલ્લા 10 દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં નેવુ વર્ષ કરતાં મોટી ઉંમરના બે સાધુઓનો દીપડાએ શિકાર કરતા ગિરનાર વિસ્તારમાં ભયોનો માહોલ જોવા મળી રહ્યો છે.