શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની જૂનાગઢની બજારમાં ધીમાં પગલે આવક શરૂ થઇ છે. જેમાં સિઝનની પ્રથમ વખત આવકને કારણે સીતાફળના ભાવ ગત વર્ષની સરખામણીએ થોડા વધુ જોવા મળે છે. પરંતુ, નવરાત્રીના સમય દરમિયાન સીતાફળની આવક થઈ રહી છે. જેને કારણે ભાવો ૧૦ ટકા જેટલા ઉચાં જોવા મળી રહ્યા છે. હાલ 50 રૂપિયાથી લઇને ૧૫૦ રૂપિયા સુધીના કિલોના ભાવે સીતાફળનું વેંચાણ થઇ રહ્યું છે.
જૂનાગઢમાં શિયાળુ ફળ સીતાફળની ધીમા પગલે આવક શરૂ
જૂનાગઢઃ શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની બજારમાં ધીમા પગલે આવક શરૂ થઇ ગઇ છે. ગીર વિસ્તારમાં અને ખાસ કરીને જૂનાગઢમાં સીતાફળની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં સીતાફળની ભારે માગ જોવા મળે છે.
સીતાફળ જંગલી ફળ તરીકે જાણીતું છે .જેની ખેતી ગીરમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં થાય છે. સાસણથી લઈને બીલખા તેમજ વંથલી વિસ્તારમાં સીતાફળની ખેતી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીંના સીતાફળ રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં તેમજ સારી ક્વોલિટીના સીતાફળ વિદેશમાં પણ આયાત થતા હોય છે. જેના કારણે આ સીતાફળની ભારે માગ જોવા મળી રહી છે. પરંતુ, સીતાફળનો પ્રારંભિક તબક્કો હોવાને કારણે બજારભાવો થોડા ઊંચા જોવા મળી રહ્યા છે. જે ક્રમશઃ દિવાળી નજીક જતા સારા સીતાફળના ભાવ 50 રૂપિયે પ્રતિ કિલો જેટલા નિચા આવશે તેવુ હાલ જણાઇ રહ્યું છે.