જૂનાગઢઃ સોમવારે જૂનાગઢ શહેરમાં સમી સાંજે વરસાદનો ધોધમાર ઝાપટું આવ્યું હતું. જૂનાગઢ શહેર માટે ચોમાસાનો આ પ્રથમ વરસાદ હતો, ત્યારે પ્રથમ વરસાદે જ જૂનાગઢ મનપાની જાણે કે પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વરસાદમાં સર્કલ ચોક વિસ્તારમાં આવેલી શહેરની જૂની અને જાણીતી ચશ્માની દુકાનમાં વરસાદ અને ગટરનું ગંદુ પાણી ભરાયું હતું.
જૂનાગઢ મનપાની પોલ ખોલતો પહેલો વરસાદઃ ગટરના પાણી દુકાનમાં પહોંચ્યા - ચશ્માની દુકાન
પ્રથમ વરસાદે જૂનાગઢ મનપાની જાણે કે પોલ ખોલી હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે શહેરના સર્કલ ચોક વિસ્તારમાં ગટરનું પાણી દુકાનોમાંથી વહેતું થતા વેપારીઓને પારાવાર મુશ્કેલી ની સાથે નુકસાન થયાનું બહાર આવ્યું છે
ચોમાસા પૂર્વે મનપા દ્વારા શહેરની તમામ ગટરોને સફાઈ સહિત ચોખ્ખી કરવાની જવાબદારી હોય છે, પરંતુ જૂનાગઢ મનપાના સત્તાધીશો આ કામ કરવામાં ઊણા ઉતર્યા હોય તેવો પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. જે પ્રકારે લોકડાઉન ચાલુ હતું, તે દરમિયાન કર્મચારીઓ ફરજ પર મોકલવાની પાબંદી હતી.
હવે જ્યારે લોકડાઉન દરમિયાન વ્યાપક છૂટછાટો મળી રહી છે. મનપાના સત્તાધીશોએ તાકીદના ધોરણે જૂનાગઢ શહેરની તમામ ગટરોને સાફ કરીને વેપારીની સાથે લોકોને પડનારી સંભવિત મુશ્કેલીમાંથી ઉગારવાનો પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ.