LRDની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં, જાણો કારણ - રબારી સમાજ
જૂનાગઢ: તાજેતરમાં લોક રક્ષક દળ (LRD)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને હવે રબારી સમાજ દ્વારા અનૂસુચિત જન જાતિના ઉમેદવારોમાં પરિણામોને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

એલઆરડીની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં
સતત વિવાદમાં રહેલી LRD પરીક્ષાના પરિણામો બાદ પણ વિવાદમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ અનુસુચિત જનજાતિના ઉમેદવારોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. અનામત કેટેગીરીમાં જે ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા છે, તેના કરતા વધુ યોગ્યતા ધરાવતા ઉમેદવારોના પરિણામ પત્રકની ચકાસણી બોર્ડ દ્વારા કરવાની બાકી છે. જેને લઈને ઓછા મેરીટ ધરાવતા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપી દેવામાં આવ્યા છે.
એલઆરડીની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં