જૂનાગઢઃ આગામી પહેલી તારીખથી અનલોક તબક્કા ત્રણની શરૂઆત થવા જઇ રહી છે. આ તબક્કામાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે. જે પૈકીની એક છૂટછાટ એટલે રેસ્ટોરન્ટ રાત્રીના દસ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
જૂનાગઢમાં અનલોક તબક્કા 3 માં હવે રાબેતા મુજબ ધમધમતા થશે રેસ્ટોરન્ટ - જૂનાગઢના રેસ્ટોરન્ટ
પહેલી ઓગસ્ટથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનલોક તબક્કા 3 ની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જે મુજબ રેસ્ટોરેન્ટ રાત્રીના દસ કલાક સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને હવે રેસ્ટોરન્ટ સંચાલકો પણ સરકારની રાહત બાદ તેમના ગ્રાહકો માટે ફ્રી સહિત ડિસ્કાઉન્ટ જેવી કેટલીક ઓફર લઈને આવ્યા છે.
![જૂનાગઢમાં અનલોક તબક્કા 3 માં હવે રાબેતા મુજબ ધમધમતા થશે રેસ્ટોરન્ટ Junagadh News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8240409-100-8240409-1596168952575.jpg)
Junagadh News
આ અગાઉ રેસ્ટોરન્ટ રાત્રીના આઠ કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય સમય નહીં હોવાને કારણે રેસ્ટોરન્ટ ગ્રાહક વિના સૂમસામ જોવા મળી રહ્યા હતા ત્યારે આ મર્યાદા રાત્રીના દસ કલાક સુધી કરવામાં આવતા હવે પાંચ મહિના બાદ રેસ્ટોરન્ટ ઉપયોગ ફરી ધમધમતાં થશે.
જૂનાગઢમાં અનલોક તબક્કામાં હવે રાબેતા મુજબ ધમધમતા થશે રેસ્ટોરન્ટ