જૂનાગઢની ગીરી તળેટીમાં આયોજિત પ્રથમ મીની કુંભ મેળાને લઈને ભવનાથના વસ્ત્રપથેશ્વર મહાદેવ જગ્યાના મહંત મુક્તાનંદગિરી બાપુ દ્વારા મેળામાં થયેલા ખર્ચને લઈને RTI કરવામાં આવી હતી. જેનો યાત્રાધામ વિકાસ બોર્ડે આજે જવાબ આપ્યો હતો. જેમાં લેસર શો, ડમરૂં યાત્રા, લોક કલાકારો, સ્ટેજ, કાર્યક્રમ અમલીકરણ, શેરી નાટકો, શિવ ઉપાસના અને સંતોના વાહન ભથ્થા માટે ખર્ચ કર્યો હોવાની માહિતી આપવામાં આવી છે.
મીની કુંભ મેળો વિવાદમાં, ભગવાનના કામમાં પણ કૌભાંડની શક્યતા - junagadh
જૂનાગઢ: ગીરી તળેટીમાં આયોજિત મીની કુંભ મેળાનું આયોજન વિવાદાસ્પદ બની શકે છે. મેળા દરમિયાન કરવામાં આવેલા 15 કરોડ જેટલા ખર્ચને લઈને RTIમાં 15 કરોડની સામે માત્ર 3 કરોડ 61 લાખનો ખર્ચ થયાની માહિતી બહાર આવતા આયોજનને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
મીની કુંભ મેળો વિવાદમાં આવે તેવી શક્યતાઓ
ગીરી તળેટીમાં આયોજિત પ્રથમ શિવ મીની કુંભ મેળાના આયોજનને લઈને પ્રથમ દિવસથી સવાલો ઉભા થયા હતા. ત્યારે હવે 15 કરોડની જગ્યાએ માત્ર 3 કરોડ 61 લાખનો જ ખર્ચ દર્શાવવામાં આવતા આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બનીને રાજકીય ક્ષેત્રે પણ ચર્ચાતો જોવા મળશે.