ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર સામે વિરોધ, પેટ્રોલ અને ડીઝલમાં થયેલો ભાવ વધારો જૂનાગઢવાસીઓએ નકાર્યો

ગઈકાલે સોમવારે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં જે તર્ક આપીને બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને મજૂર અને ગરીબ વર્ગ સરકાર સામે ભારે વિરોધ કરતો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ APMC
જૂનાગઢ APMC

By

Published : Jun 16, 2020, 5:21 PM IST

જૂનાગઢ : ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને મજૂર અને દરરોજનું કમાઇ દરરોજનું ખાવાવાળા ગરીબ વર્ગના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના સમય દરમિયાન તમામ વ્યવસાયો બંધ રાખવામાં આવ્યા હતા જેને લઈને સરકારની ટેકસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સરકારને નાણાકીય ખોટ આવી છે તેવો તર્ક રજૂ કરીને પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને હવે ગરીબ અને મજૂર વર્ગમાં સરકાર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

પેટ્રોલ અને ડીઝલમાં કરાયેલા ભાવ વધારાને જૂનાગઢના લોકોએ નકાર્યો
જે પ્રકારે લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન એક પણ કામ અને વ્યાપારિક સંકુલો ચાલુ જોવા મળતા નહોતા. જેને લઈને છૂટક રોજગારી અને મજૂરી કરતા વર્ગની આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. જૂનાગઢના હજારો પરિવારો તે સમય દરમિયાન બેરોજગાર થઇ ગયા હતા જે આજે પણ રોજગારીની શોધમાં જોવા મળે છે, ત્યારે લોકડાઉન જેવા કપરા સમયમાં આવા પરિવારોની મરણમૂડી પણ ખર્ચાઇ ગઇ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં સરકારી ખોટને આગળ ધરીને જે પ્રકારે પેટ્રોલ અને ડિઝલમાં પ્રતિ લિટરે બે રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેને લઈને ગરીબ અને મજૂર વર્ગ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ગ્રાફ
સરકારની ખોટ આમ જનતાના માથે બેસાડવામાં આવી છે. આ જ સમયગાળામાં આમ જનતાને પણ આટલી જ મોટી ખોટ કે નુકસાન સહન કરવાનું આવ્યું છે, ત્યારે હવે લોકો સરકારને પૂછી રહ્યા છે કે અમને સમજાવો સરકાર નુકસાનને ત્યાં કરીએ સરભર.
જૂનાગઢ APMC

ABOUT THE AUTHOR

...view details