ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાયો - દિપડો પાંજરે પુરાયો

જૂનાગઢના ભવનાથની તળેટીમાં દીપડાનો આતંક વધતો જોવા મળ્યો હતો. દીપડાએ તળેટીમાં રહેતા સાધુ ઉપર પણ હુમલો કર્યો છે. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ વનવિભાગે સુચકતા દાખવી દીપડાને પાંજરે પુરી લીધો છે.

Etv Bharat
panther

By

Published : Apr 26, 2020, 5:10 PM IST

જૂનાગઢઃ જૂનાગઢના ભવનાથની તળેટીમાં દીપડાનો આતંક વધતો જોવા મળ્યો હતો. દીપડાએ તળેટીમાં રહેતા સાધુ ઉપર પણ હુમલો કર્યો છે. જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ વનવિભાગે સુચકતા દાખવી દીપડાને પાંજરે પુરી લીધો છે.

છેલ્લા એક સપ્તાહથી ભવનાથ અને ગીરનાર વિસ્તારમાં દીપડાની રંજાડ જોવા મળતી હતી. જેને લઇને ભવનાથ વિસ્તારના સાધુ સંતો પણ ખૂબ જ ચિંતિત બન્યા હતા. ગત રોજ એક સાધુને દીપડાએ ફાડી ખાધા બાદ વનવિભાગને ગત રાત્રીના સમયે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.

છેલ્લા એક સપ્તાહથી ભવનાથ અને ગિરનાર પર્વત પર દીપડાની રંજાડ જોવા મળતી હતી. ગઈકાલે દીપડાએ ઘાત લગાવીને હુમલો કરતાં એક સાધુનો શિકાર કર્યો હતો. થોડા દિવસ પૂર્વે ગિરનાર પર્વત પર પણ દિપડાએ એક સાધુને ફાડી ખાધો હતો. ત્યારે દીપડાના સતત વધી રહેલા હુમલાને કારણે લોકો ખૂબ જ ચિંતિત બન્યા હતા. એવામાં ગઇકાલે એટલે કે શનિવારે રાત્રીના સમયે એક દીપડાને આ વિસ્તારમાંથી પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી.

પાંજરે પૂરાયેલા દીપડાને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો છે અને તેના પર તબીબી પરિક્ષણ કરવામાં આવશે. જો આ દીપડો માનવ શિકાર માટે જવાબદાર ઠરશે તો વધુ એક દીપડાને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં આજીવન કારાવાસની સજા વનવિભાગ આપશે. પરંતુ જે પ્રકારે ભવનાથ વિસ્તારમાં દીપડાઓ નો આતંક વધી રહ્યો છે એ જોઈને આ વિસ્તારમાં મુખ્યત્વે સાધુ-સંતોની વિશેષ હાજરી હોય છે ત્યારે તેમની સુરક્ષાને લઇને હવે ચિંતાઓ ઊભી થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details