જૂનાગઢઃ જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. ભેસાણ શહેરમાં ગત 5મી મેના દિવસે એક તબીબ અને તેના સહાયકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી અત્યારસુધીમાં 68 કેસ નોંધાયા છે.
જૂનાગઢમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 68, સ્થાનિકોમાં ભય - corona case in junagadh
જૂનાગઢ જિલ્લામાં 5મી મેના રોજ પ્રથમ કોરોના કેસ નોંધાયા બાદ કોરોના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો થયો છે. છેલ્લા 50 દિવસમાં સંક્રમિત કેસની સંખ્યા 68 સુધી પહોંચી છે. આરોગ્ય વિભાગના અનેક પ્રયાસો બાદ પણ કોરોના દર્દીઓનો આંક વધતાં જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ તાલુકાના ભેસાણમાં 4, વિસાવદરમાં 9, માણાવદર અને માળિયામાં 2, મેંદરડામાં 07, માંગરોળમાં બે અને કેશોદમાં 9 જેટલા સંક્રમિત કેસ નોંધાયા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં 25 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં દરરોજ પાંચથી વધુ કેસો સામે આવ્યા છે. જેથી જિલ્લા આરોગ્ય તંત્ર ચિંતામાં મૂકાયું છે.
આમ, જૂનાગઢમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જેના પગલે જિલ્લા આરોગ્ય દ્વારા જન-જાગૃતિના પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ લોકોની મેડીકલ તપાસ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં કોરોના દર્દીઓની સંખ્યામાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. જેથી જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.