ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના નવાબનું એવું સામ્રાજ્ય જેના આદેશથી બ્રિટિશ સરકારમાં તિરાડો પડતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની (Assembly Elections 2022) તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પહેલાના સમયમાં કેવી રીતે રાજાઓ રાજ કરતા હતા અને ખાસ કરીને સોરઠ સરકારની. તે સમયમાં કેવી રીતે જૂનાગઢના નવાબ મહોબત ખાન 3જા ના રાજકીય શાસન કરતા હતા. અને તેમાથી કેમ બ્રિટિશ સરકાર પણ એટલી ડરતી હતી. 222 સૌરાષ્ટ્રમાં રજવાડાઓ હોવા છતા જૂનાગઢના શાસન (junagadh nawab politics ) અને રાજાની કેમ બોલ બાલા થતી હતી?

જૂનાગઢના નવાબનું એવું સામ્રાજ્ય જેના આદેશથી બ્રિટિશ સરકારમાં તિરાડો પડતી
જૂનાગઢના નવાબનું એવું સામ્રાજ્ય જેના આદેશથી બ્રિટિશ સરકારમાં તિરાડો પડતી

By

Published : Nov 14, 2022, 1:13 PM IST

જૂનાગઢરાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Elections 2022) તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાંરાજા રજવાડાઓના શાસન (junagadh nawab politics ) પર એક નજર નાખવી જરૂરી છે. કે તે સમયમાં કેવી રીતે રાજાઓ સત્તામાંઆવતા હતા. સૌરાષ્ટ્રમાં 222 રાજા રજવાડાઓ હતા. જે પૈકીનું રજવાડું એટલે જુનાગઢ. જૂનાગઢ અને વડોદરા બ્રિટિશ સરકાર સાથે કરારથી જોડાયેલા હોવાને કારણે આ બન્ને રજવાડાને જોરતલબી મેળવવાના ખાસ અધિકારો પ્રાપ્ત થયા હતા. ભારતમાં અનેક રજવાડાઓ હતા. પરંતુ રજવાડા માટે સરકાર શબ્દ માત્ર ચાર સત્તા માટે જ વાપરવામાં આવતો હતો. બ્રિટિશ સરકાર નિઝામ સરકાર ગાયકવાડ સરકાર અને સોરઠ સરકાર આજે એક નજર કરીયે જૂનાગઢના નવાબ મહોબત ખાન 3જા ના રાજકીય શાસન પર.

જૂનાગઢનો ઇતિહાસજૂનાગઢના ત્રીજા નવાબ મહાબતખાનજીનો (Mahabatkhanj third Nawab Junagadh ) જન્મ રસુલખાનજીને ત્યાં તારીખ 2 ઓગસ્ટ 1900 ના દિવસે થયો હત. મહાબતખાનજીના જન્મના 11 વર્ષ બાદ નવાબ રસુલખાનજીનું અવસાન થતા મહોબ્બતખાનજી 11 વર્ષની ઉંમરે જૂનાગઢના નવાબ અને ગાદી પર બેઠા હતા. આ સમય દરમ્યાન બ્રિટિશ વહીવટકારનું શાસન જૂનાગઢમાં સ્થાપવામાં આવ્યો હતો. વહીવટદારોની વચ્ચે મહોબતખાનજી શિક્ષણ મેળવતા ગયા વધુ શિક્ષણ અર્થે મહોબતખાનજીને બ્રિટિશ વહીવટદારોએ ઇંગ્લેન્ડ મોકલવાનું નક્કી કર્યું. તેમણે ઇંગ્લેન્ડમાં એપ્રિલ 1994 સુધી 14 માસ દરમ્યાન વિદેશમાં શિક્ષણ મેળવ્યું.

અંગ્રેજી પર ખૂબ સારું પ્રભુત્વ આ સમય દરમ્યાન પ્રથમ વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાને (Mahabatkhanj third Nawab Junagadh ) જુનાગઢ પરત બોલાવી લેવામાં આવ્યા અને ભારતના અજમેરમાં સ્થિત વિખ્યાત લોડ મેયો કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમણે 1969 સુધી પોતાનો અભ્યાસ કાર્યો મહોબ્બત ખાનજી ત્રીજા અંગ્રેજી સિવાય ઉર્દૂ અને ધાર્મિક શિક્ષણ પણ મેળવ્યુ હતું. જૂનાગઢના નવાબ મહોબ્બતખાનજી ત્રીજા અંગ્રેજી પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવતા હતા. આ સમયે તેમણે રાજ્યારોહણ કાર્યક્રમમાં એક અંગ્રેજીને છાજે તે પ્રકારે અંગ્રેજી ભાષામાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મધ્યખંડમાં છટાદાર પ્રવચન આપ્યું હતું.

પશુઓ રાખવાના શોખીન નવાબ મહોબતખાન જી ગાયો ને કરતા હતા અપાર પ્રેમનવાબ મહોબ્બત ખાનજી ત્રીજા દુધાળા પશુઓ રાખવાના શોખીન હતા. તેઓ દરરોજ કાળી ગાયના દર્શન કરીને પોતાની દૈનિક વિધિની શરૂઆત કરતા હતા. જેના ઇતિહાસ આજે પણ નવાબો સાથે જોડાયેલી અનેક ઘટનાઓમાં જોવા મળે છે. મહોબત ખાનજી એ તેમના રાજમહેલમાં ગાયો રાખવાની વિશેષ અને અલયાદી જગ્યા બનાવી હતી. નવાબ મહાબતખાનજી શ્વાન પાળવાના પણ ખૂબ શોખીન હતા. તેમણે પોતાના રાજમહેલમાં શ્વાન માટેની એક વિશિષ્ટ શાળા બંધાવી હતી. જેમાં સમગ્ર દેશ-વિદેશના ૨૫૦ કરતાં વધુ જાતના શ્વાનો રાખવામાં આવ્યા હતા. નવાબ રસુલખાન જી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ધીરગંભીર હતા. તેમને નાટક જોવાનો શોખ હતો એટલે તેમણે રાજમહેલમાં નાટ્યશાળા બંધાવી હતી. અને સમય મળે ત્યારે તેઓ પોતે નાટકના એક કલાકારના રૂપે નાટક ભજવતા પણ જોવા મળતા હતા.

ચુંટણીને રદ કરવાનું ફરમાનનવાબ મહાબતખાનજી (Mahabatkhanj third Nawab Junagadh ) જૂનાગઢની જનતાને રાજ્ય વહિવટમાં સ્થાન આપવા અને રાજકારણમાં રસ લેતી શરૂ કરવા માટે આજે પણ આ આદર્શ ઉદાહરણ બને છે. જુનાગઢ રાજ્યમાં પહેલા આર્થિક વ્યવસ્થા સંભાળવા માટે રેવન્યુ પટેલોની નિમણૂક કરવામાં આવતી હતી. જેને બદલીને મહોબતખાન જીએ વર્ષ 1920 ની 25મી જુલાઈના દિવસે ફરમાન બહાર પાડી ને રેવન્યુ પટેલની નિમણૂક રાજ્ય દ્વારા કરવાને બદલે ચૂંટણી કરવામાં આવશે. અને ચૂંટાયેલા સભ્ય જૂનાગઢ રાજ્યના રેવન્યુ પટેલ તરીકે કામ કરશે તેવું ઠરાવવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રકારે રેવન્યુ પટેલની નિમણૂક કરવાને લઈને ચૂંટણીની વ્યવસ્થા નિષ્ફળ નીવડી રેવન્યુ પટેલની ચૂંટણીને લઈને ગામડાઓમાં આંતરવિગ્રહ અને ઝગડાઓ ખૂબ વધી ગયા. ત્યારબાદ નવાબ દ્વારા 1931માં રેવન્યુ પટેલની ચુંટણીને રદ કરવાનું ફરમાન કરીને પટેલોની નિયુક્તિ ફરીથી રાજ્ય કરશે તેવું ઠરાવવામાં આવ્યું.

બેન્કિંગ વ્યવસ્થાનવાબ મહોબતખાનજીને (Mahabatkhanj third Nawab Junagadh ) આર્થિક સુધારા માટે બેન્કિંગ વ્યવસાય વારસામાં મળ્યો હતો. તેમના સમય દરમિયાન પૂર્ણ પણે આર્થિક માળખું ગોઠવાયેલું જોવા મળતો હતો. જેમાં બેંકોની સ્થાપના કરીને આર્થિક સગવડતાને ઉભી કરવાનો પ્રયાસ થયો હતો. જૂનાગઢની સાથે ભાવનગર રાજકોટ વડીયા અને મોરબી રાજ્યમાં આર્થિક વ્યવહારો માટે બેંકો કામ કરતી જોવા મળી હતી. ત્યારે જૂનાગઢ રાજ્ય 2જી એપ્રિલ 1935 ના રોજ જુનાગઢ સ્ટેટ બેન્ક જુનાગઢ તાબાના વેરાવળમાં ખોલવામાં આવી હતી. ત્યારબાદ જૂનાગઢમાં પણ સ્ટેટ બેંક ઓફ જુનાગઢની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આ બેંકને તારીખ 1 નવેમ્બર 1944 થી મુંબઈની બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ભેળવી દેવામાં આવી.

નવાબને ખેતીવાડીજૂનાગઢના નવાબનો (Mahabatkhanj third Nawab Junagadh ) ખેતીવાડી પ્રત્યેનો પ્રેમ પણ જગજાહેર હતો. વર્ષ 1944 માં નવાબ મહોબતખાનજીના શાસન દરમિયાન ખેતીવાડી વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ વિભાગ આધુનિક ઢબના સાધનો ખેતી પદ્ધતિ માં ઉપયોગ કરવા સુધારેલી સારી જાતનું બિયારણ વાવેતર માટે વાપરવું પશુ ઓલાદોની સુધારણા વગેરે જેવા ખેડૂતલક્ષી પગલાઓ પણ નવાબ મહોબતખાનજીના એ ઉઠાવ્યા હતા. ૧૯૪૪માં પ્રથમ વખત ખેતીવાડી ખાતાના વડા તરીકે વિદેશમાં અભ્યાસ કરેલા કૃષિક્ષેત્રના વિદ્વાન વ્યક્તિઓને નિમવાની શરૂઆત કરવામાં આવી હતી.

કેરીના ખૂબ શોખીન નવાબ મહાબતખાનજી કેરીના ખૂબ શોખીન હતા. ગિરનાર તળેટીના વિસ્તારમાં 500 એકર જમીનમાં તેમણે આંબાવાડિયા નું નિર્માણ પણ કરાવ્યું હતું. અને અહીં આંબાના વાવેતરમાં તેઓ ખાસ રસ લેતા હતા. આ સમય દરમ્યાન 5મી જૂન 1029 ના દિવસે આંબાવાડિયાની મુલાકાત લીધા બાદ મહોબતખાનજી એટલા ખુશ થઈ ગયા કે તેમણે તેમના નામ સાથે 1000 વૃક્ષ અને તેમની બેગમો ના નામથી 1500 વૃક્ષ વાવવાનો હુકમ કર્યો. આ 6500 જેટલા આંબા અને અન્ય ફળ ઝાડને ઉછેરવામાં આવ્યા. 1938 માં જુનાગઢ રાજ્ય ખેડૂત ફળવૃક્ષ વાવે તો તેને જમીન ના વેચાણ હક આપવામાં આવશે. આવો વટહુકમ બહાર પાડ્યો હતો ત્યારબાદ 23 મી જૂનના દિવસે મહોબત ખાનજીને ત્યાં યુવરાજ દિલાવરખાનજીનો જન્મ થતા તેની ખુશાલીમાં મહોબતખાનજી 3નાએ જુનાગઢ રાજ્યના તમામ ખેડૂતોના કર માફ કર્યા હતા.

આરોગ્યલક્ષી સેવાઓ શિરમોરનવાબ મહાબતખાનજી બીજાના સમયમાં જુનાગઢ રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ જોવા મળતી હતી. જુનાગઢ હોસ્પિટલ ના ડોક્ટર ત્રિભુવનદાસ શાહ જે વિશ્વના પ્રથમ પ્લાસ્ટિક સર્જન ગણાય છે. તે નવાબના સમયમાં જુનાગઢ સરકારી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. આ સમયે જૂનાગઢમાં બે હોસ્પિટલો કામ કરતી હતી. ઉપરાંત રાજ્ય હસ્તકના દવાખાનાઓ જૂનાગઢના રજવાડાઓમાં આપવામાં આવ્યા હતા. ગીર વિસ્તારના જંગલોમાં લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે ડોકટરો ઊંટ પર બેસીને ગિરના નેશોમાં પ્રત્યેક દર્દીની તપાસ કરવા માટે જતા હતા.

વોર્ડનું બાંધકામ 1928માં જૂનાગઢના નવાબે (Nawab of Junagadh) ઉના દવાખાનામાં સાત હજાર રૂપિયાનું અનુદાન આપીને દર્દીઓને દાખલ કરી શકાય તે માટેના વોર્ડનું બાંધકામ કરાવ્યું હતું. વર્ષ 1932માં જૂનાગઢ રજવાડામાં આયુર્વેદિક અને એલોપેથી દવાઓનું સંશોધન થાય તે માટેની દવા શાળાઓ પણ ખોલવામાં આવી હતી. વર્ષ 1935 માં જૂનાગઢના તમામ દવાખાનામાં લોકોને મફતમાં સારવાર આપવામાં આવે આવું ફરમાન જૂનાગઢના નવાબ મહોબતખાન જીના સમયમાં થયો હતો. શીતળા કોલેરા પ્લેગ જેવા રોગો ફાટી ન નીકળે જેને લઇને રાજ્યનો આરોગ્ય તંત્ર ખૂબ સચેત રહેતું હતું. 1945 માં કોલેરાનો રોગચાળો ફાટી નીકળતા જુનાગઢ રેલ્વે સ્ટેશન સહિત 14 સ્થળે રસી કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. જે મુસાફરો રેલવેમાં મુસાફરી કરવા આવે તે ટિકિટ લેવાની સાથે જ રસી મુકાવ્યાનું પ્રમાણપત્ર પણ રજુ કરે તેને જ બહારગામ જવાની ટિકિટ આપવામાં આવતી હતી. આ પ્રકારની રોગોને અંકુશમાં લેવાની જાગૃતિ જુનાગઢ ના નવાબ મહોબતખાનજીના સમયમાં જોવા મળતી હતી.

વિનામૂલ્યે શિક્ષણની પ્રથાવિનામૂલ્યે શિક્ષણની પ્રથા મહોબતખાનજી ત્રીજાએ (Nawab of Junagadh) કરી દાખલનવાબ મહાબતખાનજી બીજા અને ત્રીજાના કાર્યકાળ દરમિયાન જુનાગઢ રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિનામૂલ્ય આપવામાં આવતું હતું. મહોબતખાનજી 3જા ના પિતા દ્વારા જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. જે કોલેજમાં આજે પણ અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને સફળતાના શિખરો સર કરી રહ્યા છે. મહોબત ખાનજી 3જા ના સમયમાં જુનાગઢ રજવાડામાં જાહેર બાંધકામખાતું શરૂ કરવામાં આવ્યો હતો. જેને કારણે રાજ્યની આવકમાં પણ વધારો થયો હતો નવાબના કાર્યકાળ દરમિયાન વર્ષ 1911 થી 1945 સુધીમાં 03 કરોડ 66 લાખ રૂપિયાનો ખર્ચ જાહેર બાંધકામ માટે કરવામા આપ્યો હતો. નવાબ મહોબતખાન 3જાએ 1920 ની 26મી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢ શહેરની સુધરાઈ સ્થાપવાની જાહેરાત કરી હતી. અને શહેરનો વહીવટ નવી સ્થપાયેલી સુધરાઈને સુપ્રદ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢનું જોડાણપાકિસ્તાન સાથે જૂનાગઢનું જોડાણ નવાબની અક્ષમ્ય ભૂલ 15 મી ઓગસ્ટ 1947 માં ભારત સ્વતંત્ર થયું. ભારત આઝાદ થતાં જ હિન્દ સ્વાતંત્રના નિયમો અનુસાર જૂનાગઢના નવાબ મહાબતખાનજી ત્રીજાને વિશેષ અધિકારો પ્રાપ્ત હતા. જે મુજબ જૂનાગઢ રાજ્ય નું જોડાણ તે ત્રણ વિકલ્પો પૈકીએ એક વિકલ્પ માં કરી શકે ત્યારે નવાબે પોતાના પારિવારિક રીતરિવાજ પ્રજા સાથેના સંબધો અને જુનાગઢ રાજ્યનો વિચાર કર્યા વગર જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાની જાહેરાત કરી અને ત્યાર બાદ જૂનાગઢની આઝાદી ના નવી લડાઈ ના શ્રી ગણેશ થયા તારીખ 24 ઓકટોબર 1947 ના દિવસે નવાબ કેશોદ એરોડ્રામ પરથી પાકિસ્તાન પલાયન થયા. ત્યારથી લઈને આજ દિન સુધી તેઓ અને તેમના પરિવાર આજે પણ પાકિસ્તાનમાં જોવા મળે છે. પાકિસ્તાનમાં બેઠા-બેઠા આજે પણ મહોબ્બત ખાનગી ત્રીજાના વારસદારો પાકિસ્તાનથી જૂનાગઢના નવાબની (Nawab of Junagadh)જાહેરાત પણ કરે છે. જેને લઈને ભારત અનેક વખત વિરોધ નોંધાવી ચૂક્યું છે.

પ્રજાલક્ષી કાર્યો સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ રાજવીઓ પર પુસ્તક લખનાર જુનાગઢના લેખક અને ઇતિહાસકાર ડોક્ટર પ્રદ્યુમન ખાચરે રાજા રજવાડાઓના ઇતિહાસને લઈને etv ભારત સમક્ષ વાતચીત કરી હતી. અને જૂનાગઢના નવાબ દ્વારા જે પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલથી લઈને શિક્ષણની સુવિધા ખેડૂતોથી લઈ અને જાહેર વ્યવસ્થાની આ તમામ પાસાઓ નવાબના સમયમાં સુનિયોજિત રીતે ચાલતા હતા. અને જેને કારણે જૂનાગઢના નવાબી શાસન સમય દરમિયાન જૂનાગઢમાં અનેક યોજનાઓની શરૂઆત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details