- વરસાદના અમી છાંટણા પડતા દાતાર અને ગિરનારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
- કુદરત જાણે ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા
- કપિરાજો પણ સેલ્ફી પોઝમાં જોવા મળ્યા
વરસાદના પાણી પડતાં જ જૂનાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું - જૂનાગઢમાં આવેલા વેલિંગ્ડન ડેમ
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી રહી છે. જૂનાગઢમાં આવેલા વેલિંગ્ડન ડેમ નજીક કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા કપિરાજો પણ શિસ્તબદ્ધ રીતે પ્રકૃતિનો નજારો માણતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જૂનાગઢ
જૂનાગઢ : શહેર તેમજ ગિરનાર અને દાતાર પર્વત પર થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જેને લઇને ગીરનું જંગલ સોળે કળાએ ખીલી રહ્યું હોય તેવા દ્રશ્યો જૂનાગઢ શહેરમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જ દાતાર અને ગિરનાર પર્વત પરનુ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે.