ગુજરાત

gujarat

માંગરોળના લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા

By

Published : May 9, 2021, 12:31 PM IST

જૂનાગઢના લંબોરા ગામે ગેરકાયદેસર નદીમાં ખનન થતું હોવાની જાણ મળતાં ખાણ ખનિજ વિભાગ તેમજ મામલતદાર માંગરોળ અને પોલીસ વિભાગ દ્વારા અહીં દરોડો પાડવામાં આવતાં આ જગ્યા ઉપરથી 3 JCB, 40 જેટલા ટ્રેકટરો પકડી પાડ્યા હતા.

લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા
લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા

  • જૂનાગઢમાં માંગરોળ પંથકમાં દરિયાઇ પટ્ટ આવેલો
  • જૂનાગઢ ખાણ ખનિજ વિભાગે લાઇમ સ્ટોનની ખાણો પકડી પાડે
  • માંગરોળના લંબોરા ગામે ગેરકાયદેસર નદીમાં ખનન થતું

જૂનાગઢ :જિલ્લામાં વાત કરવામાં આવે તો માંગરોળ પંથકમાં દરિયાઇ પટ્ટ આવેલો છે અને આ દરિયાઇ પટ્ટ ઉપર દરિયા કિનારાની આસપાસની જમીનોમાં લાઇમ સ્ટોન પથ્થરો નીકળતા હોય છે. જૂનાગઢ ખાણ ખનિજ વિભાગે અવાર-નવાર આવી લાઇમ સ્ટોન પથ્થરની ખાણો પકડી પાડી છે.

લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા

આ પણ વાંચો : ફિશરીઝ GMB વિભાગના અધિકારીઓની ટીમે પોરબંદરમાં સર્વે કર્યો

દ્વારકાથી ભાવનગર સુધીના દરિયા કિનારાની જમીનોમાં લાઇમ સ્ટોન નિકળે

માંગરોળથી ગળુ સુધી તેમજ આમતો દ્વારકાથી ભાવનગર સુધીના દરિયા કિનારાની જમીનોમાં લાઇમ સ્ટોન નિકળે છે. પરંતુ જો માંગરોળ વિસ્તારની વાત કરીએ તો માંગરોળ શીલ ગળુ સુધીના વિસ્તારોમાં પથ્થરની ખાણો ધમધમતી છે. નદીઓમાં પણ લોકો મનફાવે તેમ ગેર-કાયદેસર ખનન કરી રહ્યા છે.

લંબોરા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા

આ પણ વાંચો : સુરતમાં એક સાથે 4 સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા

દરોડા પાડતા 3 JCB, 40 જેટલા ટ્રેકટરો પકડી પાડ્યા હતા

ગઇકાલે માંગરોળના લંબોરા ગામે ગેરકાયદેસર નદીમાં ખનન થતું હોવાની જાણ મળતાં ખાણ ખનિજ વિભાગ તેમજ મામલતદાર માંગરોળ અને પોલીસ વિભાગ દ્વારા અહીં દરોડો પાડવામાં આવતાં આ જગ્યા ઉપરથી 3 JCB, 40 જેટલા ટ્રેકટરો પકડી પાડ્યા હતા. આ બાબતે વધુ તપાસ હાથ ધરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details