જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં NCP દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો - Gujarat
જૂનાગઢઃ શહેરમાં મનપાની સામાન્ય ચૂંટણી માટે NCP દ્વારા રવિવારે મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. જેમાં જૂનાગઢ પ્રદેશના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જૂનાગઢ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓ માટે હવે તમામ રાજકીય પક્ષો સજ્જ થઇ રહ્યા છે. ત્યારે રવિવારના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. જૂનાગઢના ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી રેશમા પટેલે પક્ષના મેનિફેસ્ટોને રજૂ કર્યો હતો. જૂનાગઢ મનપા બની છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જૂનાગઢ પર રાજ કરતી આવી છે. પરિણામે જૂનાગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ જોવા મળ્યો નથી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વખતના મેનિફેસ્ટોમાં સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NCPએ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કર્યો હોવાનું કોંગ્રેસી કાર્યકર્તાઓ જણાવી રહ્યાં છે.