ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળની નગરપાલિકા ઘન કચરો ઠાલવવા બાબતે ફરી એક વાર વિવાદમાં સપડાઇ - માંગરોળ નગર પાલિકા ન્યુજ

કોરોના મહામારી વચ્ચે સ્વચ્છતા જાળવવા અને રોગચાળાથી બચવા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢના માંગરોળ તાલુકામાં નગરપાલિકાનો કચરો ઠાલવવા બાબતે ફરી એકવાર વિવાદ સર્જાયો છે. તાલુકાના મકતુપુર ગામની સરકારી જમીન ઉપર ઘન કચરો ઠાલવવાની જગ્યા સાફ કરવા જતાં ગામના લોકોએ હોબાળો મચાવી વિરોધ વ્યકત કર્યો છે.

માંગરોળની નગરપાલિકા ધન કચરો ઠાલવવા બાબતે ફરી એક વાર વિવાદમાં
માંગરોળની નગરપાલિકા ધન કચરો ઠાલવવા બાબતે ફરી એક વાર વિવાદમાં

By

Published : Jun 6, 2020, 3:02 PM IST

જૂનાગઢઃ જિલ્લાની માંગરોળ નગરપાલિકાનો ઘન કચરો લુહાર સોસાયટીમાં ઠાલવવામાં આવતો હતો, ત્યારે સોસાયટીના લોકોએ કોર્ટમાં અરજી કરી કચરો ઠાલવવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

માંગરોળની નગરપાલિકા ધન કચરો ઠાલવવા બાબતે ફરી એક વાર વિવાદમાં

ત્યારબાદ માંગરોળ બંદર ઉપર કચરો ઠાલવવા જગ્યા ફાળવાઇ હતી. પરંતુ બંદરના માછીમારી સમાજ દ્વારા કચરો ઠાલવવા બાબતે વિવાદ સર્જાયો હતો. ત્યાંથી પણ આગળ શહેરના કરમદિ ચિંગરીયા ગામની જમીન ફરીવાર ફાળવાઇ હતી પરંતુ ત્યાં કરમદિ ચિંગરીયા તેમજ ગોરેજ, સીલોદર ગામના લોકોએ વિરોધ કરતાં ત્યાં પણ કચરો ઠાલવવાનું બંધ કરવાની ફરજ પડી હતી. આ પછી મક્તુપુર ગામે સરકારી જમીન ઉપર ઘન કચરો ઠાલવવાની જગ્યા સાફ કરવા જતાં ગામના લોકોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. ત્યારે ચીફ ઓફીસર દ્વારા ગામલોકોને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ગામલોકોએ કચરો ઠાલવવાની ના કહેતા ફરીવાર કચરો ઠાલવવા બાબતે માંગરોળ નગર પાલિકા વિવાદમાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details