જામનગરઃ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય ગેટ બંધ કરાયો, અખંડ રામધૂન ચાલુ - Jamnagar samachar
કોરોના વાયરસની ઇફેક્ટ વિશ્વભરમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે ત્યારે ભીડભાડથી બચવા અને કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, મંદિરમાં વર્ષોથી ચાલતી અખંડ રામધૂન ચાલુ રહેશે.
જામનગરઃ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરનો મુખ્ય ગેટ બંધ કરાયો, અખંડ રામધૂન ચાલુ
જામનગરઃ જિલ્લાના કલેક્ટર રવિશંકર દ્વારા તમામ જાહેર સ્થળો પર લોકોની ભીડ એકઠી થાય નહીં તે માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ છે તેવા પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર કે જ્યાં છેલ્લા 56 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે, તેનો પણ મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભક્તો આરતી તેમજ દર્શનાથે ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.