આગામી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં લેટેસ્ટ ટેકનોલોજીનો થશે ઉપયોગ - માઇક્રોચિપ
આગામી રવિવારના દિવસે જૂનાગઢના ગિરનારમાં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. જેમાં સ્પર્ધકોને સચોટ સમય મળી રહે તે માટે chip- ચિપ ટાઈમિંગ સિસ્ટમનો પ્રથમ વખત ઉપયોગ થશે. દરેક સ્પર્ધકે કેટલા સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી તેનો સચોટ અને સાચો રેકોર્ડ સીસ્ટમ આ દ્વારા જાણી શકાશે.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં લેટેસ્ટ ટેકનોલોજીનો થશે ઉપયોગ
જૂનાગઢ : આગામી રવિવારે જૂનાગઢના ગિરનાર પર રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે આ સ્પર્ધામાં ગુજરાતની સાથે દેશના અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, સહિત કેટલાક રાજ્યોમાંથી અંદાજીત 500 કરતાં વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આગામી રવિવારે ગિરનારને આંબવા માટે દોટ મુકાશે ત્યારે સ્પર્ધકોની આ દોડ સમયાનુરૂપ આધુનિક ચીપ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે જેનો પ્રથમ વખત પ્રયોગ થવા જઇ રહ્યો છે.