ગુજરાત

gujarat

ETV Bharat / state

તહેવારોમાં જૂનાગઢની બજારોમાં સન્નાટો, સુસ્તી માટે નોટબંધી અને GST જવાબદાર - નોટબંધીની અસર

જૂનાગઢ: રાજ્યની સાથે જૂનાગઢમાં પણ હવે મંદીનો માહોલ હોય તેવુ વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. થોડા વર્ષો પહેલા તહેવારની ચમકદમક બજારમાં જે પ્રકારે જોવા મળતી હતી. તેવી તેજી અત્યારે બિલકુલ અદ્રશ્ય થઈ રહી છે. વેપારીઓ માને છે કે, ગ્રાહકો અને ખેડૂતોની ખરીદ શક્તિમાં થયેલા ઘટાડાને પગલે મંદીનો માહોલ ઉભો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ મંદીથી બચવા કોઈ ઉપાય નહીં થતાં વેપારીઓની હાલત કફોડી બની છે.

Junagadh

By

Published : Sep 21, 2019, 8:42 AM IST

સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ભારે મંદી પ્રવર્તી રહી છે, આજથી 2 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલી નોટબંધી અને જીએસટીની અસર હજુ પણ બજારોમાં છે. જેને કારણે વર્તમાન સમયમાં મંદીની માર યથાવત છે. હાલ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીના તહેવારનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં પ્રવર્તી રહેલી વ્યાપક સુસ્તી વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અને વિપરીત અસરો ઉભી કરી રહી છે.

બજારના નિષ્ણાતો અને વેપારીઓ મંદી માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ગણાવી રહ્યા છે. જે તે સમયે નોટબંધી અને જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા અર્થવ્યવસ્થા પાટા ઉપર આવશે તેવો ભરોસો આપવામાં આવ્યો હતો, સરકારે કહ્યુ હતું પ્રારંભિક તબક્કામાં પડેલી મુશ્કેલીઓ સમય રહેતા દૂર થઈ જશે. નોટબંધી અને જીએસટીથી બજાર અને દેશનું અર્થતંત્ર વધુ સુદૃઢ બનશે તેવો કેન્દ્ર અને રાજ્ય સરકારે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તહેવારોમાં જૂનાગઢની બજારોમાં સન્નાટો, સુસ્તી માટે નોટબંધી અને GST જવાબદાર

પરંતુ વર્તમાન સમયમાં વિપરીત થઈ રહ્યુ છે. ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટી રહી છે. જેના મૂળમાં જીએસટી અને નોટબંધીના આકરા કાયદાને લઈને આ માહોલ ઉભો થયો છે. વેપાર મંદ પડતા એક બાદ એક ઉદ્યોગો અને રોજગારીની તકો ખતમ થઈ રહી છે. બીજી તરફ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્ મંદીને ખાળવા તેમજ ઉદ્યોગોને બચાવવા અને બજારમાં નવી રોજગારીનું સર્જન થાય તેવા પગલાઓ ભરવા માટે હજુ પણ કોઈ ચોઘડિયાની રાહ જોઈ રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે.

મંદીનું ગ્રહણ હવે સામાન્ય લોકોના ઘર સુધી પણ પહોંચી ગયું છે. જો સમય રહેતા આ ગ્રહણ પર કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ નક્કર અને હકારાત્મક પગલાં નહિ ભરે તો આગામી દિવસોમાં બજારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. જેની ગંભીર અસર દેશના અર્થતંત્ર ઉપર ઉભી થશે.

ABOUT THE AUTHOR

...view details