ગુજરાત

gujarat

By

Published : Feb 8, 2020, 4:35 PM IST

ETV Bharat / state

આવતીકાલે 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ડિજિટલ માધ્યમથી યોજાશે

આવતીકાલે 13મી ગીરનાર આરોહણ અવરોહણ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૫૦૦ કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આવતીકાલે આ સ્પર્ધા સંપૂર્ણ ડિજિટલ માધ્યમોના સહારે પ્રથમ વખત યોજાવા જઇ રહી છે જેને કારણે સ્પર્ધકે સ્પર્ધા પૂર્ણ કર્યાના સમયથી લઈને સમગ્ર સ્પર્ધાનું અંતર ડિજિટલ માધ્યમોના માધ્યમથી સ્પર્ધકોને વ્યક્તિગત મળી રહેશે તે પ્રકારનો પ્રયાસ પ્રથમ વખત થવા જઈ રહ્યો છે.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ડિજિટલ માધ્યમથી યોજાશે
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ડિજિટલ માધ્યમથી યોજાશે

જૂનાગઢ : આવતીકાલે 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. આસ્થામાં સમગ્ર દેશમાંથી અંદાજીત ૫૦૦ કરતા વધુ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા છેલ્લા 13 વર્ષથી જૂનાગઢના ગિરનાર પર્વત પર યોજાતી આવી છે. જેમાં પ્રથમ વખત આધુનિક અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને આ સ્પર્ધાને સંપૂર્ણ પણે ડિજિટલ બનાવવામાં આવી છે. જેમાં સ્પર્ધકે સ્પર્ધા શરૂ કર્યાથી લઈને સ્પર્ધા પૂર્ણ થયા સુધીની તમામ ગતિવિધિ ડિજિટલ માધ્યમથી રેકોર્ડ કરવામાં આવશે.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ડિજિટલ માધ્યમથી યોજાશે
સ્પર્ધાની શરૂઆત દરેક સ્પર્ધકે પોતાનું આવેદનપત્ર રજૂ કરવાથી થાય છે. પ્રથમ પગથિયા સમાન આવેદનપત્ર રજૂ કરવાની પ્રક્રિયા આ વખતે ઓનલાઈન કરવામાં આવી છે, ત્યારબાદ રમત ગમત વિભાગ દ્વારા પણ સ્પર્ધકને માહિતી મળી છે અથવા તો સ્પર્ધકનું આવેદનપત્ર તેમના સુધી પહોંચ્યું છે તેઓ સંદેશો મોબાઈલ મારફત દરેક સ્પર્ધકને વ્યક્તિગત મળે છે. તેમજ સ્પર્ધકે કેટલા વાગે કયા સ્થળ પર આવવુ અને સ્પર્ધા દરમિયાન દરેક સ્પર્ધકના ચેસ્ટ નંબર કેટલો છે તે પણ આધુનિક અને ડિજિટલ માધ્યમથી મોબાઈલ પર તેમને આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત જ્યારે સ્પર્ધા શરૂ થયાની પ્રથમ સેકન્ડથી લઈને સ્પર્ધા પૂર્ણ થયાની અંતિમ સેકન્ડ સુધીનો તમામ સમય પણ સ્પર્ધકને તેના મોબાઇલમાં મળી રહે અને સ્પર્ધા દરમિયાન આ સમય સ્પર્ધક સાથે જોડાયેલી એક માઇક્રોચીપ કરશે જેને લઇને આ સ્પર્ધાની વિશ્વસનીયતા ખૂબ જ વધશે.

ABOUT THE AUTHOR

...view details