લીલી પરિક્રમાને પગલે ગિરિ તળેટીમાં સાધુ અને યાત્રિકોનું આગમન - ગિરનાર પર્વત જૂનાગઢ
જૂનાગઢઃ અગિયારસથી ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગિરી તળેટીમાં સાધુઓ અને યાત્રિકોનું આગમન થઈ રહ્યું છે. ગિરિ તળેટીમાં ધીમે ધીમે પરિક્રમાના મેળાનો માહોલ પણ જામતો જોવા મળી રહ્યો છે.
પરિક્રમાને પગલે ગિરિ તળેટી સાધુ અને યાત્રિકોથી ધમધમતું
કારતક સુદ અગીયારસથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાની શરૂઆત થતી હોય છે. અગિયારસની મધ્યરાત્રીએ વિધિવત ગિરનારની પરિક્રમાને ખુલ્લી મુકવામાં આવે છે, ત્યારે પરિક્રમાના મેળાને લઇને હવે ગિરિ તળેટીમાં દેશભરના સાધુ સંન્યાસીઓ અને યાત્રિકોનો પ્રવાહ ધીરે ધીરે ગિરી તળેટી તરફ આવતો જોવા મળી રહ્યો છે. ગિરિ તળેટી ધીરે ધીરે પરિક્રમાના મેળાને લઇને આગવા આયોજનથી ધમધમતી જોવા મળી રહી છે.