માંગરોળના માછીમારોને કોસ્ગાર્ડ દ્વારા માર મરાયા હોવાના આક્ષેપ સાથે માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે આઠ જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. માંગરોળના માછીમારોએ દરીયાની અંદર માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન કોસ્ગાર્ડે આવીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
માંગરોળમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને માર માર્યો હોવાનો માછીમારોનો આક્ષેપ - junagadh news
જુનાગઢઃ માંગરોળના માછીમારોએ આક્ષેપ કર્યો છે કોસ્ટગાર્ડ દ્વારા તેમને કોઈ પણ વાંક વગર માર મારવામાં આવ્યો હતો. જોકે માછીમારોને ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ાૈાૈ
કોસ્ટગાર્ડ પર આશરે ૩૫ કરતાં વધારે લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ છે. લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. લોકોના ટોળે ટોળા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં.જયારે માછીમારી સમાજના આગેવાનો પણ સરકારી હોસ્પીટલે દોડી ગયા હતાં. માંગરોળના દરીયામાં માછીમારો માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક કોસગાર્ડના લોકોએ માર માર્યો હોવાનું માછીમારો જણાવી રહ્યા છે.