- નવ રચિત કેશોદ નગરપાલિકાનો 50 કરોડનો પુરાંતવાળુ બજેટ કરાયું રજૂ
- શહેરમાં બાગ બગીચા ફિલ્ટર પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર માટે થયું આયોજન
- પ્રથમ જનરલ બોર્ડમાં પાલિકા પ્રમુખ માટે 17 લાખના ખર્ચે નવા વાહનની ખરીદીને અપાઈ બહાલી
જૂનાગઢ : નવરચિત કેશોદ નગરપાલિકાનું મંગળવારના રોજ વર્ષ 2021/22નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાનેથી 50 કરોડની પુરાંતવાળુ વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બજેટમાં કેશોદ નગરપાલિકાની નવી કચેરીના નિર્માણથી સાથે રાણેકપરામાં પાણીના નવા ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની સાથે કોમ્યુનિટી હોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંબાવાડીમાં બાગ બગીચાઓ માટે પણ કેટલીક રકમ પાલિકાના પ્રથમ જનરલ બોર્ડમાં ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો -પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર