ગુજરાત

gujarat

ETV Bharat / state

તુવેર કૌંભાડ: ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેતરમાં શંકાસ્પદ તુવેરનો જથ્થો પકડ્યો - Gujarati News

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તુવેર કાંડમાં થઇ રહ્યા છે. ત્યારે આ અંગે વધુ ખુલાસાઓ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મેંદરડા વિસ્તારના એક ખેતરમાં શંકાસ્પદ પડેલી તુવેરનો જથ્થો પકડી પાડીને સમગ્ર કૌભાંડ અહીંથી ચાલતું હોવાનો દાવો કર્યો હતો.

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેતરમાં શંકાશ્પદ પડેલી તુવેરનો જથ્થો પકડી સમગ્ર કૌભાંડનો કર્યો ખુલાસો

By

Published : Apr 27, 2019, 9:50 PM IST

બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલી તુવેરમાં ભેળસેળ બહાર આવી હતી જેને લઈને પુરવઠા નિગમ અને નાફેર્ડના અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કરીને સમગ્ર મામલે તપાસ કરીને આરોપીઓને આકરી સજા કરવાની વાત કરી હતી ત્યારે આજે ખેડૂત હિત રક્ષક સમિતિ કેશોદ દ્વારા યાર્ડમાં આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કેટલાક ખેડૂતો પણ જોડાયા હતા.

શંકાસ્પદ તુવેરનો જથ્થો

કેશોદ યાર્ડના પટાગણમાં આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આંદોલનકારીઓને મેંદરડા પંથકના એક ખેતરમાં શંકાસ્પદ તુવેરનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા સમિતિના સભ્યો દ્વારા મેંદરડા પંથકના એક ખેતરમાં તપાસ કરતા ત્યાં 600 કરતા વધુ બોરી તુવેરની મળી આવી હતી.સમિતિના સભ્યો દ્વારા વધુ તપાસ કરતા આ તુવેરનો જથ્થો ગુજરાત બહારના અન્ય રાજ્યોનો હોવાનું ખુલ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરીને મારવામાં આવતા કેટલાક ટેગ પણ મળ્યા છે. જે અનેક શંકાઓ ઉભી કરી રહયા છે.

જે ખેતરમાંથી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તુવેરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તે ખેતર આરોપી પૈકી એક ભરત વઘાસીયાનું હોવાનું જણાવી રહયા છે. આ જથ્થા પર વર્ષ 2017 અને 2018ના ટેગ જોવા મળી રહ્યા છે, તેમજ મોટા ભાગની બોરીઓ ગુજરાત બહારના રાજ્યોની હોવાનું જણાઈ આવે છે.આટલી મોટી સંખ્યામાં અન્ય રાજ્યોમાંથી તુવેરની ખરીદ કરીને શા માટે રાખવામાં આવી હતી.

આ કારણે અનેક શંકાઓ ઉપજી રહી છે.જનતા રેડ કર્યા બાદ ખેડૂત હિત રક્ષક સમિતિએ પોલીસને જાણ કરી હતી.હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં તુવેર કાંડને લઈને જૂનાગઢ જિલાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. તેમ છતાં દરરોજ તુવેર કાંડને લઈને નવા ખુલાસાઓ થઇ રહયા છે.જે દાળમાં કશુ કાળું હોવાની સાબિતી આપી રહી છે

ABOUT THE AUTHOR

...view details