ચૈત્રી નવરાત્રીમાં જોવા મળી રહી છે કોરોનાની અસર, મંદિરમા માત્ર પૂજારી રહે છે હાજર - junagadh latest news
કોરોનાની વ્યાપક અસર ઠેર-ઠેર જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રીના સમય દરમિયાન પણ માત્ર પૂજારીઓ દ્વારા મંદિરમાં આરતી કરાઇ રહી છે.
કોરોનાની અસરને ચૈત્રી નવરાત્રીની આરતીમાં પણ જોવા મળી
જૂનાગઢઃ કોરોના વાઈરસને પગલે સમગ્ર વિશ્વ લોકડઉન જોવા મળી રહ્યું છે, ત્યારે હાલ ભારતમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. વાઇરસની અસરને કારણે તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો સરકારનો આદેશ છે. જેને લઇને નવરાત્રી દરમિયાન માત્ર મંદિરના પૂજારી મા જગદંબાની આરતી કરીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે.