ગુજરાત

gujarat

By

Published : Apr 25, 2021, 9:23 AM IST

ETV Bharat / state

ઓક્સિજનની સપ્લાય અને તેના વિતરણ પર નિયંત્રણ રાખવા જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

જૂનાગઢ જિલ્લા કલેક્ટરે ઓક્સિજનની વહેંચણી અને તેના પર નિયંત્રણ થાય તે માટે ત્રણ ટીમો બનાવી છે. જેમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીને સામેલ કરીને જવાબદારી નક્કી કરવામાં આવે છે. આ ત્રણેય ઉપર જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર કલેક્ટર સહિત 3 અધિકારીઓના મોનિટર રાખશે અને જૂનાગઢ જિલ્લામાં તેની વહેંચણીને લઇને ટાસ્ક ફોર્સના અધિકારીઓ સતત 24 કલાક ઓક્સિજનના જથ્થાની સપ્લાય અને તેના પૂરવઠા પર ચોક્કસ નજર રાખશે.

જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી
જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

  • કલેક્ટરે ઓક્સિજન સપ્લાય અને તેના વિતરણ પર નિયંત્રણ રાખવા કમિટી બનાવી
  • કમિટીમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા
  • દર્દીઓના પરિજનો ઓક્સિજન લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવે

જૂનાગઢ : જિલ્લા કલેક્ટરે ઓક્સિજન સપ્લાય અને તેના વિતરણ પર નિયંત્રણ રાખી શકાય તે માટે કમિટીની રચના કરી છે. જેમાં નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તથા પ્રત્યેક અધિકારીને જવાબદારી સોંપીને ઓક્સિજનની સપ્લાય અને તેના વિતરણ પર નિયંત્રણ કરી શકાય તેમજ મહામારીના સમયમાં ઓક્સિજનની કોઈ અછત ન સર્જાઈ તેને લઈને આ વ્યવસ્થા ઊભી કરી છે. તમામ વ્યવસ્થા ઉપર કલેક્ટર કમિશ્નર સહિત ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાને લઈને દેખરેખ રાખી રહ્યા છે.

જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

આ પણ વાંચો : બનાસ મેડિકલ હોસ્પિટલમાં બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો


શ્રેયા ગેસ એજન્સી એકમાત્ર ઓક્સિજનના સપ્લાય પુરી પાડતી એજન્સી


શહેરમાં શ્રેયા ગેસ એજન્સી એકમાત્ર ઓક્સિજનના સપ્લાય પુરી પાડતી એજન્સી છે. આવી પરિસ્થિતિમાં અહીં પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓના પરિજનો ઓક્સિજન લેવા માટે કે સિલિન્ડરમાં ઓક્સિજન રિફિલિંગ કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે.

જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

આ પણ વાંચો : વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

દર્દીને પૂરતા પ્રેશર સાથે ઓક્સિજન ગેસ મળી શકે તે માટે વ્યવસ્થા કરાઇ

અત્યારની પરિસ્થિતીમાં ઓક્સિજનની કોઈ અકૂદરતી અછત કે અંધાધૂધી ન સર્જાય તેમજ જરૂરિયાત મંદ પ્રત્યેક દર્દીને પૂરતા પ્રેશર સાથેનો ઓક્સિજન ગેસ મળી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. હવેથી ગેસ એજન્સી પર આવતો ઓક્સિજન, તેનું વિતરણ અને નિયંત્રણ પર સરકારના અધિકારીઓની દેખરેખમાં કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટરે ત્રણ કમિટી બનાવી

ABOUT THE AUTHOR

...view details