જૂનાગઢ: કેશોદ તાલુકાના બામણસા-પાડોદરા વચ્ચેનો સાબલી નદીનો જર્જરિત પુલ અચાનક ધરાશાયી થયો હતો. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કેશોદની સાબલી નદીનો જર્જરિત પુલ ધરાશાયી
જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા-પાડોદર વચ્ચેનો જર્જરિત પુલ ધરાશાયી થયો હતો. જેના પગલે ગામલોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જુનાગઢ કેશોદના સાબલી નદીનો જર્જરીત પુલ ધરાશાયી
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે નદી-નાળાંઓ છલકાઇ ગયાં છે, ત્યારે અનેક બનાવો સામે આવતા હોય છે. જેમાં જિલ્લાના કેશોદ તાલુકાના સાબલી નદી પરનો જર્જરિત પુલ અચાનક ધરાશાયી થયો હતો. જેના પગલે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતા કાર્યપાલક ઇજનેર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઘટાના સ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.