ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળમાં સફાઈ કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર - માંગરોળ મામલતદાર

જૂનાગઢ જિલ્લાના શીલ ગામના સફાઈ કર્મીઓએ માંગરોળ ખાતે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Mangrol
Mangrol

By

Published : Dec 28, 2020, 6:36 PM IST

Updated : Dec 28, 2020, 6:49 PM IST

  • સફાઈ કર્મચારીઓ દ્વારા મામલતદારને અપાયું આવેદન
  • ઓછા વેતનને લઇને આવેદન, માસિક વેતન માત્ર 1700
  • કર્મચારીઓની સંખ્યા વધારવા પણ મામલતદાર સમક્ષ રજૂઆત કરાઇ

જૂનાગઢઃ જિલ્લાના શીલ ગામમાં 12 વોર્ડ આવેલા છે. જ્યારે 12 વોર્ડમાં માત્ર બેથી ત્રણ સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. ત્યારે સફાઈ કામદારો વધારવામાં જ્યારે આ કામદારો છેલ્લા 15 વર્ષથી કામ કરી રહ્યા છે તેમને માસિક વેતન માત્ર 1700 જ આપવામાં આવે છે. તેવામાં મહેનતાણું પણ વધારવામાં આવે તેવી માંગ મામલતદાર સમક્ષ કરવામાં આવી હતી.

સફાઈ કર્મચારીઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર
  • મામલતદારને લેખિતમાં રજૂઆત

હાલ કોરોના કાળમાં લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાલવું બહુ અઘરું થઇ ગયું છે. માત્ર 1700 રૂપિયા એ બહુ ઓછા પડતા હોય ત્યારે અમને યોગ્ય મહેનતાણું આપવામાં આવે તેમજ વોર્ડ દીઠ 1 સફાઈ કર્મી રાખવામાં આવે તેવું સફાઈ કર્મી દ્વારા જણાવાયું હતું.

Last Updated : Dec 28, 2020, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details