ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના પ્રાચીન ઉપરકોટના કિલ્લાનું રિનોવેશન અને રિસ્ટોરેશન હાથ ધરાયું - Chief Minister inaugurated the fort of Uparkot

જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ઈ-ખાતમુહૂર્તથી રિસ્ટોરેશન કામને શરૂ કર્યું હતું. જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો સદીઓથી જૂનાગઢની સાથે ભારતના પ્રાચીન ઇતિહાસને સમજાવીને ઉભો છે, ત્યારે ભારતનો આ પ્રાચીન ઇતિહાસ ફરીથી લોકો સમક્ષ ઉજાગર થાય તે માટે આજે ઈ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jul 16, 2020, 2:16 PM IST

ઉપરકોટના કિલ્લાનું મુખ્યપ્રધાને કર્યુ ઈ-ખાતમુહૂર્ત

જવાહર ચાવડા, વિભાવરીબેન દવે, પ્રહલાદસિંહ પટેલે હાજરી આપી

પ્રથમ આ કિલ્લાનું રિનોવેશન અને રિસ્ટોરેશન હાથ ધરાયું

જૂનાગઢ: પ્રાચીનતમ ઇતિહાસને સમાવીને જૂનાગઢમાં અડીખમ ઉભેલો ઉપરકોટનો કિલ્લો આજે સમયની માર સહન કરીને જર્જરિત બની ગયો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢના પ્રાચીન ઇતિહાસની એક માત્ર ગવાહી આપતો ઉપરકોટના કિલ્લાને રિનોવેશન કરવાના કામનો આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઈ ખાતમુહૂર્ત વિધિ રિસ્ટોરેશન કામની શરૂઆત કરાવી હતી.

જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાનું રિનોવેશન અને રિસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યું

રાજ્યના પર્યટન પ્રધાન જવાહર ચાવડા, વિભાવરીબેન દવે તેમજ કેન્દ્રીય પર્યટન રાજ્યપ્રધાન પ્રહલાદસિંહ પટેલે પણ ઈ માધ્યમોથી હાજરી આપીને ખાતમુહૂર્ત વિધિને સંપન્ન કરી હતી. જૂનાગઢમાં આવેલો ઉપરકોટનો કિલ્લો સો વર્ષ કરતાં પણ વધુ જૂનો હોવાનું માનવામાં આવે છે. આ કિલ્લામાં જૂનાગઢમાં રાજ કરી ગયેલા અનેક રાજા રજવાડાઓના ઇતિહાસ આજે પણ અડીખમ છે, પરંતુ સમયની માર સામે જર્જરિત બનીને ઊભેલા જોવા મળી રહ્યાં છે.

ભારતનો આ પ્રાચીન વારસો નવી પેઢી સુધી પહોંચે અને આગામી વર્ષોમાં નવી પેઢી ભારતના આ પ્રાચીન ઇતિહાસને જોઈ શકે, સમજી શકે અને ભારતની વીરતાને અન્ય લોકો સુધી પહોંચાડી શકે તેવા ઉદેશ્ય સાથે આજે ઉપરકોટના કિલ્લાની રિસ્ટોરેશન અને રિનોવેશન કામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કામ પૂર્ણ થયે કિલ્લો ફરીથી તેનો જાજરમાન ઈતિહાસ સમાવીને સમગ્ર વિશ્વને જૂનાગઢ તરફ આકર્ષિત કરશે, તે વાત ચોક્કસ છે.

ABOUT THE AUTHOR

...view details