ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત : પશુ ડોક્ટર

જૂનાગઢના પશુ તબીબનો દાવો છે કે, કોરોના જેવો ગંભીર વાઇરસ શ્વાન જેવા પાલતુ પશુઓમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે અને કેટલાક પાલતુ પશુ અને પ્રાણીઓમાં આ પ્રકારના વાઇરસને આલ્ફા કોરોના તરીકે ઓળખવામાં આવે છે. જે મોટે ભાગે પાલતુ પ્રાણીઓમાંથી કોઇપણ વ્યક્તિઓમાં ફેલાતો નથી, પરંતુ બીટા પ્રકારનો કોરોના વાઇરસ વ્યક્તિઓથી વ્યક્તિઓમાં ફેલાવા માટે કુખ્યાત છે. જેને લઇને દરેક વ્યક્તિઓએ પૂરતી કાળજી અને સાવચેતી રાખવાની સલાહ પશુ તબીબ આપી રહ્યા છે.

કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત
કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત

By

Published : Apr 12, 2020, 4:06 PM IST

જૂનાગઢ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેને લઇને સમગ્ર વિશ્વની માનવજાત આજે કોરોના વાઇરસની સામે લાચાર બનતી જોવા મળી રહી છે, ત્યારે કેટલાક દેશો અને વિસ્તારોમાં કોરોના વાઇરસ વાઘ, શ્વાન અને ગઈકાલે એક બિલાડીના મળમાં કોરોના વાઇરસની અસર જોવા મળી હતી. જેને લઇને ચિંતાઓ પણ વ્યાપી રહી છે, ત્યારે જૂનાગઢના પશુ તબીબ મિથુન ખાટરીયા એ સમગ્ર મામલે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે લોકોને ડરવાની જરૂર નથી. હા માત્ર કેટલીક સાવચેતી અને સાવધાની રાખીને કોરોના વાઇરસના સંક્રમણથી સૌ કોઈ બચી શકે છે તેવો તેમનો મત પ્રગટ કર્યો હતો.

કોરોના વાઇરસ પશુઓથી મનુષ્યમાં ફેલાવાની શક્યતાઓ બિલકુલ નહિવત
ડો. મિથુને વધુમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ શ્વાન અને કેટલાક પાલતુ પશુ કે પ્રાણીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યો છે. જેને આલ્ફા શ્રેણીનો કોરોના વાઇરસ તબીબી વિજ્ઞાનમાં માનવામાં આવે છે. આ વાઇરસ શ્વાન કે અન્ય પાલતુ પ્રાણીઓમાંથી વ્યક્તિઓમાં ક્યારેય ફેલાતો નથી તે માટે કોઇપણ વ્યક્તિઓએ ચિંતા કરવા જેવું નથી, પરંતુ હાલ જે કોરોના વાઇરસ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે તેને બીટા પ્રકારનો કોરોના વાઇરસ કહેવામાં આવે છે જે વ્યક્તિથી વ્યક્તિઓમાં ફેલાઈને ગંભીર રૂપ ધારણ કરે છે. જેને લઇને લોકોએ વધુ સતર્ક અને સાવચેત રહેવું જોઈએ જેથી કરીને મહામારીનું સર્જન કરનાર કોરોના વાઈરસના સંક્રમણથી સૌ કોઈ બચી શકે.
પ્રાણી
દવા
ડોક્ટર મિથુન ગેમા પ્રકારના કોરોના વાઇરસ પર પણ પ્રકાશ પાડે છે. આ પ્રકારનો વાઇરસ પક્ષીઓ અને દરિયાઈ સૃષ્ટિમાં જોવા મળે છે. જેના હજુ સુધી કોઇ વિશેષ પુરાવાઓ મળ્યા નથી, પરંતુ જે પ્રકારે કોરોના બીટા શ્રેણીનો વાઇરસ માનવજાત પર કહેર વરસાવી રહ્યો છે તેને જોતાં આ સ્વરૂપ ખૂબ જ ગંભીર અને ચેપી માનવામાં આવે છે. જેની આજદિન સુધી કોઇ રસીની શોધ થઈ નથી. જેને લઇને સમગ્ર વિશ્વમાં ચિંતાઓ હોય તે સ્વાભાવિક છે.

ABOUT THE AUTHOR

...view details