- જૂનાગઢ મનપામાં લાઈટ લગાવવાના આક્ષેપોને ફગાવતા સ્ટેન્ડિંગ ચેરમેન
- કામ નિયમ મુજબ થયું છે જેના પુરાવાઓ આપવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની તૈયારી
- જૂનાગઢ મનપા પર ફરી એક વખત કામમાં ગેરરીતિ થયાનો કેટલાક માધ્યમોનો આક્ષેપ
જૂનાગઢઃ મનપા દ્વારા શહેરમાં માર્ગ અને સ્ટ્રીટ લાઈટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક માધ્યમોમાં લાઈટ લગાવવાના મામલે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈને જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાએ સમગ્ર આક્ષેપો પાયા વિહોણા અને એક તરફી હોવાનો મત રજૂ કરીને જે લોકો આક્ષેપો કરી રહ્યા છે તેમનો રદિયો આપ્યો હતો.
જૂનાગઢ મનપાની કામગીરી પર થયેલા પ્રશ્નોને ચેરમેને પાયા વિહોણા ગણાવ્યા મનપાની કામગીરી પર સવાલ જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં માર્ગના નવીનીકરણથી લઈને સ્ટ્રીટ લાઈટ અને પીવાના પાણી તેમજ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક માધ્યમોમાં શહેરમાં નવા લગાવવામાં આવેલા સ્ટ્રીટ લાઇટના પોલને લઈને જૂનાગઢ મનપામાં ભ્રષ્ટાચાર ચાલતો હોય છે તેવા આક્ષેપો કેટલાંક માધ્યમો દ્વારા કરવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર મામલાને લઈને ETV ભારતે જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલા પર પ્રકાશ પાડવાની વાત કરતા ચેરમેન રાકેશ ધુલેશીયાએ જે માધ્યમોમાં તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે બિલકુલ પાયા વિહોણા અને સત્યથી વેગળા હોવાનું જણાવ્યું હતું.
કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મક્કમ
ચેરમેન રાકેશ ધુલેશીયાએ જે માધ્યમોમાં ભ્રષ્ટાચાર થયો છે તે વિગતો પ્રકાશિત કરવામાં આવી છે. તેમને ચેલેન્જ ફેકતા એવું કહ્યું હતું કે, સમગ્ર મામલાને લઇને તમામ પ્રકારની માહિતી અને વિગતો તેમની કાર્યાલય પર ગમે ત્યારે મળી શકે તેમ છે માટે કોઈપણ વ્યક્તિને સમગ્ર કામ બાબતે ભ્રષ્ટાચારના મુદ્દે કોઈ પણ પુરાવાની જરૂર હોય તો તમામ લોકોએ મારી કાર્યાલય પર આવવા સૌ કોઈને નિમંત્રણ પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે, સમગ્ર કામ નિયમ મુજબ થઈ રહ્યું છે અને તેના પુરાવાઓ આપવા તેઓ આજે પણ કટિબદ્ધ છે.