વિશ્વમાં વનદિવસની ઉજવણી, ઘટી રહેલા વન વિસ્તારનું પ્રમાણ મોટી ચિંતાનો વિષય - ETVBharatGujarat
આજે સમગ્ર વિશ્વ વનદિવસ ઉજવી રહ્યું છે. દર વર્ષની પાંચમી જૂને વન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનું મુખ્ય ધ્યેય સમગ્ર સૃષ્ટિ પર વન વિસ્તારનું પ્રમાણ વધે તે છે, પરંતુ દર વર્ષે પૃથ્વી પર વૃક્ષો અને જંગલનું પ્રમાણ ઘટતું જ જાય છે. જે આવનારા સમયમાં ખૂબ જ મોટા સંકટની આગાહી આપી રહ્યું છે.
વિશ્વમાં વનદિવસની ઉજવણી, ઘટી રહેલા વન વિસ્તારનું પ્રમાણ મોટી ચિંતાનો વિષય
જૂનાગઢઃ પાંચમી જૂન એટલે કે વિશ્વ વન દિવસ સમગ્ર વિશ્વમાં સતત ઘટી રહેલાં જંગલો અને વન્ય વિસ્તારોની જાળવણી થાય અને તેનું સંવર્ધન કરવામાં આવે તેવા ઉદ્દેશ અને ધ્યેય સાથે સમગ્ર વિશ્વ પાંચમી જૂનના દિવસે વિશ્વ વન દિવસની ઉજવણી કરતું આવ્યું છે. પરંતુ દીવા તળે અંધારું હોય તેમ આવી ઉજવણીઓ છતાં દર વર્ષે સતત વન્ય વિસ્તારો અને જંગલોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે સમગ્ર સૃષ્ટિના જીવો માટે ખૂબ જ સંકટભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી આગાહી પણ કરી રહ્યું છે.