ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર-15ના ભાજપ ઉમેદવાર રજૂ કરશે ઉમેદવારી પત્ર

જૂનાગઢ મનપાની ખાલી પડેલી વોર્ડ નંબર-15ની એકમાત્ર બેઠક પર આજે ભાજપના ઉમેદવાર વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી રજૂ કરવા જઈ રહ્યા છે અને હવે બે કલાક કરતાં પણ ઓછો સમય જોવા મળી રહ્યો છે. તેમ છતાં ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામને લઇને રાજકીય સંકટ યથાવત રાખ્યું છે. ઉમેદવારીપત્ર રજૂ કરતી વખતે સંભવત ઉમેદવારનું નામ જાહેર કરીને તેમના નામનો મેન્ડેટ ચૂંટણી અધિકારીને રજૂ કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.

Junagadh Municipal Corporation
Junagadh Municipal Corporation

By

Published : Feb 4, 2021, 1:41 PM IST

  • વોર્ડ નંબર 15 ના ભાજપના ઉમેદવાર આજે રજૂ કરશે ઉમેદવારીપત્ર
  • ઉમેદવારીપત્ર રજૂ કરવાને બે કલાક જેટલો જ સમય બાકી છતાં ભાજપે નથી રજૂ કર્યા ઉમેદવારોના નામ
  • વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર આજે તેમનો ઉમેદવારીપત્ર રજૂ કરવા જઈ રહ્યા છે

જૂનાગઢ: મનપાની વોર્ડ નંબર 15ની બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી જીતેલા ડાયાભાઈ કટારાનો અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના પર હવે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આજે વિજય મુહૂર્તમાં ભાજપના એકમાત્ર ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાને હવે માત્ર બે કલાક કરતાં પણ ઓછો સમય બાકી છે તેમ છતાં હજુ સુધી પ્રદેશ ભાજપ દ્વારા ભાજપના સત્તાવાર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. જેને લઇને જૂનાગઢમાં રાજકીય સસ્પેન્સ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 15ના ભાજપ ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર રજૂ કરશે

પ્રદેશ ભાજપ દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમોને લઈને અસંતોષ હોવાનો કાર્યકરોમાં ગણગણાટ

પ્રદેશ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નવા નિયમો આ વર્ષથી અમલમાં મુકવામાં આવી રહ્યા છે તે મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ ત્રણ વખત મનપાની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો તેમજ પરિવારના અન્ય સભ્યોને ટિકિટ નહીં આપવાનું પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને લઇને ચૂંટણી લડવા માગતા મુરતિયાઓમાં પણ હવે નિયમોને લઈને ક્યાંક કચવાટ જોવા મળી રહ્યો છે. તેનું સ્પષ્ટ અસર ઉમેદવારોના નામ જાહેર કરવા પર જોવા મળી રહી છે.

ઉમેદવારને લઇને હજુ પણ જોવા મળી રહ્યું છે રાજકીય સસ્પેન્સ

ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, કોરા મેન્ડેટ જે-તે મહાનગર પાલિકાના સત્તાધીશોને મોકલી આપવામાં આવશે. અંતિમ ઘડીએ ઉમેદવારનું નામ જાહેર કરીને કોરા મેન્ડેટ પર ઉમેદવારનું નામ લખીને ઉમેદવારીપત્ર રજૂ કરવાની સાથે ચૂંટણી અધિકારીને આ મેન્ડેટ આપવાની રણનીતિ ભાજપ બનાવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details