કેશોદમાં રોડની હાલત બિસ્માર,મસમોટા ખાડાઓથી સ્થાનિકો પરેશાન - રોડ
કેશોદ: જૂનાગઢની કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલા ગાયત્રીનગર સોસાયટી અને ગાયત્રી પાર્ક સોસાયટીમાં આવશ્યક સુવિધાઓ સ્થાનિક નગરપાલિકા દ્વારા આપવામાં આવતી નથી, ત્યારે આ વિસ્તારના સ્થાનિક લોકોએ લેખિતમાં જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.છતા પણ તંત્ર દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા સ્થાનિકો પરેશાન થઇ રહ્યા છે.
![કેશોદમાં રોડની હાલત બિસ્માર,મસમોટા ખાડાઓથી સ્થાનિકો પરેશાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4034759-thumbnail-3x2-dddd.jpg)
કેશોદ નગરપાલિકા દ્વારા કોલેજ રોડ પર આવેલા રહેણાંક હેતું માટે થયેલા બિનખેતી વિસ્તારમાં અનુસૂચિત જાતિના રહીશો રહેતા હોય પ્રાથમિક સુવિધાઓ રોડ,રસ્તા,લાઈટ,પાણીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ત્યારે સરકાર દ્વારા ખાસ અનુસૂચિત જાતિના રહેણાંક વિસ્તારમાં વાપરવા આપવામાં આવતી ગ્રાન્ટ આ ગાયત્રીનગર અને ગાયત્રી પાર્ક સોસાયટીમાં ફાળવણી કરવામાં આવે તો 30 પરિવારોને સુવિધા મળી શકે. અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના અને પછાત જાતિના વિસ્તારોમાં ખાસ અગ્રીમતા આપી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવવામાં આવે છે. ત્યારે સ્થાનિક નગરપાલિકા દ્વારા ઠરાવ કરી ગ્રાન્ટ લોન સહાય મેળવી અન્ય વિસ્તારોમાં કામ કરવામાં આવતું હોય છે અને સાચાં અને ખરાં લાભાર્થી વંચિત રહી જાય છે.