આગામી શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન - મેળા
આગામી મહાશિવરાત્રીના મેળાને લઈ જૂનાગઢની ભવનાથ તળેટીમાં હિમાલય પ્રદેશ તરફથી નાગા સંન્યાસીઓનું આગમન થઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભવનાથ તળેટી સંન્યાસીઓ અને તેમના ધુણાઓથી ધમધમતી બનતી જોવા મળશે.
![આગામી શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન શિવરાત્રીનાં મેળાને લઇ ભવનાથ તળેટીમાં સંન્યાસીઓનું આગમન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5941412-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ: આગામી થોડા દિવસો બાદ જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૮મી ફેબ્રુઆરીથી શિવરાત્રીનો મેળો યોજાશે. જેને લઇ હિમાલય પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તારમાંથી સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમનને થઈ રહ્યું છે. જેના પગલે ભવનાથ તળેટી સંન્યાસીઓ અને તેમના ધુણાથી આગામી દિવસોમાં ધમધમતી જોવા મળશે. આદિ-અનાદિ કાળથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થતું આવ્યું છે. આ મેળામાં શિવના સૈનિક સંન્યાસીઓનું ખાસ મહત્વ છે. જેને લઇ સમગ્ર ભારત વર્ષમાંથી સંન્યાસીઓ ભવનાથ તળેટી તરફ આવીને આઠ દિવસ સુધી ધૂણો ધખાવી ભગવાન શિવની આરાધના પણ કરશે.