ગુજરાતમાં કાર્યરત સાતે સાત ડિસ્કોમ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ફિલ્ડ વર્ક કરવાનું થતું હોય છે. જેમકે મેન્ટેનન્સ કામ તમામ કેટેગરીના નવા કનેક્શન, ફોલ્ટ સર્વે મીટર રીડીંગ, વિલેજ કનેક્શન ,ડીસ કનેક્શન જેવા વગેરે કામો ફીલ્ડ એરીયામાં કામ કરવાના થતા હોય છે.
કેશોદ PGVCLના કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
જૂનાગઢ : કેશોદના મહંત સીમરોલી ગામે નાયબ ઇજનેર પર હુમલો થયો હતો. આ બાબતે કેશોદ PGVCLના કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવેલ હતી.
ત્યારે તારીખ 30 નવેમ્બરના રોજ નાયબ ઈજનેર પીઆર દુલેરા રૂરલ સબડિવિઝનના તાબા હેઠળના મહંત સીમરોલી ગામે વીજ જોડાણની સમગ્ર કામગીરી લઈ કોન્ટ્રાક્ટર સાથે PGVCLના વાહન સાથે ખેતરના વીજ જોડાણ માટે ગયેલ હતા.
ત્યારે ખેડૂતોના પ્રતિનિધિ સાથે વાત કરતા ખેડૂતે કોઈ કારણોસર નાયબ ઈજનેર પીઆર દુલેરાને મુઢ માર મારતા ગંભીર ઈજા પહોંચેલ હતી. આ બનાવને લઇને કેશોદ PGVCLના કર્મચારીઓ દ્વારા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવેલ અને તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી લોકો દ્વારા માગણી કરવામાં આવેલ હતી.