ગુજરાત

gujarat

By

Published : Jun 8, 2020, 4:20 PM IST

Updated : Jun 8, 2020, 4:47 PM IST

ETV Bharat / state

જૂનાગઢના ભક્તોને હજુ પણ જોવી પડશે પ્રભુના દર્શન માટે રાહ

કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશ સહિત રાજ્યમાં 8 જુનથી મંદિરો ખોલવામાં આવશે તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જણાવ્યું હતું. જે માટે દિશા-નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે રાજ્યના મોટા ભાગના સ્થળોએ મંદિરોને ખોલવામાં આવ્યા છે, પરંતુ જૂનાગઢમાં હજૂ પણ ભક્તોએ પ્રભુના દર્શન માટે રાહ જોવી પડશે.

Etv Bharat, Gujarati News, Junagadh News
Junagadh News

જૂનાગઢઃ સોમવારથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર દેશની સાથે રાજ્યના મંદિરો ધાર્મિક સ્થાનો અને દેવાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ વધતા જતા કોરોનાના ખતરાને લઈને જૂનાગઢમાં આવેલા ભવનાથ વિસ્તારના મોટાભાગના ધાર્મિક સ્થાનો આગામી 22 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

છેલ્લા સિત્તેર કરતા વધુ દિવસોથી સમગ્ર દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. ચાર તબક્કાના લોકડાઉન બાદ અમલમાં આવેલા પ્રથમ તબક્કાના અનલોક સમયગાળામાં આજથી દેશની સાથે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો કેટલીક શરતોને આધીન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી છે, પરંતુ જૂનાગઢમાં આવેલા મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થાનો અને મંદિરો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

જૂનાગઢના ભક્તોને હજુ પણ જોવી પડશે પ્રભુના દર્શન માટે કેટલોક સમય રાહ
જૂનાગઢના ભવનાથમાં આવેલા તમામ મંદિરો શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિર તેમજ દેવળ પણ બંધ રાખવામાં આવ્યા છે. ભાવનાથ મંદિર આગામી 22 તારીખ બાદ ખોલવું કે નહીં તેને લઇને કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવશે તો બીજી તરફ જૂનાગઢનું દેવળ સમગ્ર દેશમાંથી કોરોના વાઇરસ નાબૂદ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો આ તરફ જૂનાગઢમાં આવેલા વડતાલ અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પણ આગામી 17 તારીખ બાદ ખોલવા માટે કોઇ અંતિમ નિર્ણય કરવામાં આવશે.જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મંદિરો અને ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મંદિર પ્રશાસન દ્વારા ભક્તોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં કરવાના હેતુ સાથે મંદિર અને ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Last Updated : Jun 8, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details