સમગ્ર રાષ્ટ્રમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને લઈને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પવિત્ર દિવસની ઉજવણી જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવી છે. એક રાષ્ટ્ર પ્રમુખને શિક્ષક દિવસે યાદ કરીને આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શિક્ષક બનીને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા જે પ્રકારે દેશ સેવાઓ કરવામાં આવી હતી તેને યાદ રહ્યા હતા.
જૂનાગઢમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
જૂનાગઢ: સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જૂનાગઢની શાળાઓમાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા.
સમગ્ર વર્ષમાં એક દિવસ એવો આવે છે કે, જ્યારે વિદ્યાર્થી પોતાની જાતને શિક્ષક બનાવીને તેમની સાથે જ અભ્યાસ કરતા તેમના સહાધ્યાયીઓને એક શિક્ષક તરીકે શાળામાં જ્ઞાનનું ચિંતન કરતા હોય છે. દરેક વિદ્યાર્થી તેના જીવનકાળમાં એક શિક્ષકની ભૂમિકા અદા કરી શકે તે માટે આજનો દિવસ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જૂનાગઢ શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો તેમની યોગ્યતા ને ધ્યાને લઈને એક દિવસ માટે શિક્ષક બનીને તેમની સાથે અભ્યાસ કરતાં સહાધ્યાયીઓને વિદ્યાના પાઠ ભણાવતા નજરે પડ્યા હતા.