જૂનાગઢ: 17 મી તારીખે સોમનાથમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આયોજિત થયો છે. મૂળ તમિલનાડુના ધાર્મિક સંગીતમાં પણ સૌરાષ્ટ્રનો દબદબો આજે હજાર વર્ષ પછી પણ અકબંધ જોવા મળે છે. તમિલનાડુમાં ધાર્મિક સંગીત અને ગાયનને મૃગન તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુના ટી.એમ સુંદરાજને આજે સમગ્ર વિશ્વ સમક્ષ ખૂબ જ મજબૂત રીતે રજૂ કરી છે. જેનો પુરાવો આજે પણ હજાર વર્ષ પછી અકબંધ જોવા મળે છે. ટી.એમ સુંદરરાજન મૂળ સૌરાષ્ટ્રનું કુળ ધરાવે છે તેમ છતાં તેમની મજબૂત અને એકહથ્થુ પકકડ તમિલનાડુના ધાર્મિક સંગીત મૃગનમાં આજે પણ જોવા મળે છે.
જીગર ઠંડાઈ પણ સૌરાષ્ટ્રની ઓળખ:તમિલનાડુના મદુરાઈ મંદિર નજીક જીગર ઠંડાઈ નામનું દૂધ ખૂબ જ પ્રસિદ્ધ છે. તમિલનાડુના લોકો જીગર ઠંડાઈ દૂધને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જીગર ઠંડાઈ દૂધની પાછળ પણ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સમાયેલો જોવા મળે છે. તમિલનાડુના લોકો આજે પણ મદુરાઈના મીનાક્ષી મંદિર નજીક જીગર ઠંડાઈ દૂધ મળે છે. તેના માટે સૌરાષ્ટ્રવાસીઓનો આભાર પણ વ્યક્ત કરે છે જે રીતે તમિલનાડુના રાજકારણથી લઈને ધર્મ અને ખાણીપીણી પર પણ આજે હજાર વર્ષ પછી સૌરાષ્ટ્રની છાપ અને પકડ અકબંધ જોવા મળે છે.