ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ ફરી શર્મસાર, પ્રાથમિક શાળાની બાળકી જાતીય દુષ્કર્મની શિકાર બની - દુષ્કર્મ

જૂનાગઢના પંખીના માળા જેવડા ગામમાં બાળકી પર જાતિ દુષ્કર્મના (minor girl sexual abuse case in Junagadh) સમાચાર સામે આવ્યા છે. ગામના લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો ગંભીર બન્યો છે. ત્યારે સમગ્ર મામલાને લઈને તાલુકા પોલીસ સાંજ સુધીમાં નરાધમોને પકડી પાડે તેવી શક્યતાઓ છે. (Junagadh primary school)

જૂનાગઢ ફરી શર્મસાર, પ્રાથમિક શાળાની બાળકી જાતીય દુષ્કર્મની શિકાર બની
જૂનાગઢ ફરી શર્મસાર, પ્રાથમિક શાળાની બાળકી જાતીય દુષ્કર્મની શિકાર બની

By

Published : Dec 21, 2022, 4:45 PM IST

જૂનાગઢ : જિલ્લો વધુ એક દુષ્કર્મની ઘટનાને લઈને શર્મસાર બની રહ્યો છે. વાત જુનાગઢ તાલુકાના (Junagadh primary school) એક ગામની છે. શાળામાં અભ્યાસ કરતી બાળકીને કેટલાક નરાધમોએ જાતિ દુષ્કર્મનો શિકાર બનાવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેને લઈને તાલુકા પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે અને સાંજ સુધીમાં આ મામલે પોલીસ કોઈ ખુલાસો કરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. (Junagadh Crime News)

આ પણ વાંચોવસ્ત્રાપુરમાં લવ જેહાદનો કિસ્સો, હિન્દુ યુવતીને ફસાવી મુસ્લિમ યુવકે મિત્રો સાથે ગુજાર્યું દુષ્કર્મ

બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવીગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક બાળકી (minor girl raped case in Junagadh) પર કેટલાક નરાધમો દ્વારાજાતીય દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તે અંગેની પોલીસ ફરિયાદ ગામ લોકો દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલો આજથી બે ત્રણ દિવસ પૂર્વેનો મનાઈ રહ્યો છે, પરંતુ જે રીતે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને પોલીસ સફાળી જાગી છે. તેમજ બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવનાર નરાધમોને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.(minor girl sexual abuse case in Junagadh)

આ પણ વાંચોપિતાએ કેફી પીણું પીવડાવી પુત્રીને બનાવી હવસનો શિકાર

સાંજ સુધીમાં પોલીસ મામલાનો કરી શકે છે ખુલાસોપ્રાથમિક શાળાની બાળકી પર જાતીય દુષ્કર્મ લઈને સમગ્ર મામલો ગંભીર બની રહ્યો છે. જેને લઈને જુનાગઢ પોલીસ પણ આજ સાંજ સુધીમાં કોઈ ખુલાસો કરે તેવી શક્યતાઓ છે, હાલ તો ગામ લોકોની ફરિયાદને આધારે તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. બની શકે પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી ગયા હોય અને સાંજ સુધીમાં દુષ્કર્મના નરાધમોને પોલીસ પકડી પાડ્યાની જાહેરાત પણ થઈ શકે છે, પરંતુ હાલ દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેને લઈને જુનાગઢ જિલ્લો વધુ એક વખત શર્મસાર બની રહ્યો છે. (primary school girl Rape in Junagadh)

ABOUT THE AUTHOR

...view details