જુનાગઢઃ માંગરોળના તલોદરા ગામે રબારી સમાજના એક વ્યક્તિ દ્વારા LRD મુદ્દે આત્મહત્યા કરી હતી. જે અંતર્ગત બુધવારે માંગરોળના તલોદરા ગામે શ્રધાંજલિ કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગામનાં રબારી સમાજ એકઠા થઈને રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને સરકારનો વિરોધ કર્યો હતો.
માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો રુપાણી સરકારનો અનોખો વિરોધ - talodara village rabari community protest mangrol town junagadh
જૂનાગઢ માંગરોળના તલોદરા ગામે જૂનાગઢમાં આત્મહત્યા કરનાર રબારી સમાજના સપુતને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. રબારી સમાજ દ્વારા એક અનોખો કાર્યક્રમ રખવામાં આવ્યો હતો, જેમાં રબારી સમાજના લોકોએ રૂપાણી સરકાર વિરૂદ્ધ ધુન ગાઈને વિરોધ દર્શાવ્યો હતો.
માંગરોળના તલોદરા ગામે રબારી સમાજે કર્યો સરકારનો અનોખો વિરોધ
LRD પરીક્ષામાં રબારી સમાજને અન્યાય થયાની માગને કારણે તમામ રબારી સમાજ સરકારનો વિરોધ કરી રહ્યા છે. આટલું જ નહી, પરંતુ LRD મુદ્દે આત્મહત્યા પણ થઈ છે. બુધવારે માંગરોળના તલોદરા ગામે સરકાર વિરૂદ્ધ ધુન બોલાવીને અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો.