ગુજરાત

gujarat

ETV Bharat / state

તાલાળાનો સેના જવાન અરુણાચલ પ્રદેશમાં શહીદ, સૈનિક સન્માન સાથે પાર્થિવ દેહ વતન લવાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના વતની અને ભારતીય સેનામાં અરુણાચલ પ્રદેશની સરહદ વિસ્તારમાં ફરજ બજાવતા ઇમરાન નામના સેના જવાન માર્ગ અકસ્માતમાં શહીદ થતા તેના મૃતદેહને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી જૂનાગઢ અને ત્યાંથી રોડ માર્ગે વતન તાલાળા સૈનિક સન્માન સાથે મોકલવામાં આવ્યો હતો. જેની દફનવિધિ ગુરૂવારના રોજ કરવામાં આવશે.

તાલાળાનો સેના જવાન
તાલાળાનો સેના જવાન

By

Published : Dec 3, 2020, 2:36 AM IST

  • અરુણાચલમાં શહીદ થયેલા જવાનનો મૃતદેહ વાયુ સેનાના હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ લવાયો
  • સૈનિક સન્માન સાથે શહીદ જવાનના મૃતદેહને વતન તાલાળા લઇ જવાયો
  • ગુરૂવારે થશે શહીદ જવાનની દફનવિધિ

જૂનાગઢ : ભારતીય સેનામાં ફરજ બજાવતા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઇમરાન સાવલી નામના સૈનિકનો અરુણાચલ પ્રદેશની સરહદમાં પેટ્રોલિંગ કરતા સમયે તેમનો ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા સેના જવાન ઇમરાન સાવલીનું મોત થયું હતુ. શહીદ જવાનનો મૃતદેહ હિમાચલ પ્રદેશથી પ્રથમ હવાઈ માર્ગે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ ત્યાંથી વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર મારફતે શહીદ જવાનના મૃતદેહને જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ પર લાવવામાં આવ્યો હતો. જ્યાંથી સેનાના વાહનમાં તેમના વતન તાલાળા શહીદ સન્માન સાથે મોકલવામાં આવ્યો હતો.

સૈનિક સન્માન સાથે પાર્થિવ શરીર વતન લવાયું

શહીદ જવાનને જૂનાગઢમાં અપાયું વિશેષ સૈનિક સન્માન

શહીદ જવાનો મૃતદેહને અરુણાચલ પ્રદેશથી જૂનાગઢ લાવવામાં આવતા શહીદ સૈનિકને વિશેષ સન્માન સાથે સલામી આપવામાં આવી હતી. આ સમયે ભારત માતા કી જય અને શહીદ જવાન અમર રહે તેવા નારાઓ પણ સેના જવાનોએ લગાવ્યા હતા અને પોતાના સાથી એવા ભારત માતાના સપુતને અંતિમ વિદાય પણ આપી હતી. મૃતક જવાનની અંતિમવિધિ ગુરૂવારે તેમના વતન તાલાળા ખાતે સૈનિક સન્માનની સાથે તેના પરિવારજનોની હાજરીમાં સંપન્ન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details