કોરોના વાઇરસના ખતરા વચ્ચે જૂનાગઢના સફાઈ કામદારો બજાવી રહ્યા છે તેમની ફરજ - virus
કોરોના વાઇરસના સતત વધતા જતા વ્યાપ અને ખતરાની વચ્ચે કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદાર પોતાની જાત અને તેમના પરિવારને સહેજ પણ ચિંતા કર્યા વગર જૂનાગઢના લોકો કોરોના વાઇરસથી સંક્રમિત ન થાય તેમજ વાઇરસથી મુક્તિ મેળવે તેવા ઉમદા આશયથી છેલ્લા 100 કરતાં વધુ દિવસોથી સતત કામ કરી રહ્યા છે.
જૂનાગઢ: સમગ્ર વિશ્વ માટે મહામારી બની ચૂકેલા કોરોના વાઇરસે ગુજરાતની સાથે હવે જૂનાગઢમાં પણ ધામા નાખતા શહેર અને જિલ્લાનું ચિત્ર ચિંતા જનક બની રહ્યું છે. કોરોના વાઇરસના સતત વધી રહેલા ખતરાની વચ્ચે સાચા કોરોના વોરિયર્સ એવા સફાઈ કામદારો આજે 100 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની અને તેના પરિવારની ચિંતા છોડીને માત્ર જૂનાગઢવાસીઓની ચિંતા કરીને સતત તેમની સેવાઓ આપી રહ્યા છે. જે જગ્યાએ સામાન્ય દિવસોમાં માણસ જવાનું ટાળે છે તેવી જગ્યાએ કોરોના વાઇરસના સતત ખતરાની વચ્ચે પણ સફાઈ કામદાર આજે તેમની ફરજ અદા કરી રહ્યા છે.