જૂનાગઢમાં ભવ્ય શાકોત્સવનું આયોજન જૂનાગઢઅમદાવાદમાં પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દીમહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 600 એકરમાં મહારાજનગર પાથરવામાં આવ્યું છે. તો બીજી બાજુ જૂનાગઢમાં આવેલા જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર(swaminarayan temple Junagadh) દ્વારા આજે ભવ્ય શાકોત્સવનું (Junagadh Shakotsav festival ) આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણસંપ્રદાયમાં (swaminarayan Sampraday Junagadh)શાકોત્સવનું અનોખી રીતે આયોજન કરવામાં આવે છે.
બાજરીના રોટલા બનાવતા સ્વયં સેવક મહિલાઓ શાકોત્સવનો ઇતિહાસભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લોયા ગામના દરબાર આલા ખાચરની વિનંતીને માન આપીને આજથી 200 વર્ષ પૂર્વે 12 મણ ચોખા ઘી થી ભરેલ રીંગણના શાકનો જાતે વઘાર કરીને શાકોત્સવની ધાર્મિક પરંપરાને શરૂ કરાવી હતી. જે આજે પણ જોવા મળે છે. તે પરંપરા મુજબ(swaminarayan temple festival) આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આયોજન થતું આવ્યું છે. શાકોત્સવનું આયોજન દર વર્ષે માગશર મહિનામાં થતુ હોય છે.
200 વર્ષ જળવાયેલી પરંપરા પ્રાચીન ધાર્મિક વાયકા અનુસાર આજથી 200 વર્ષ પૂર્વે લોયા ગામના દરબાર આલા ખાચરની વિનંતીને ધ્યાને રાખીને ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમના સ્વયમ હસ્તે 12 મણ ઘી સાથે ભરેલા રીંગણનો વઘાર કરીને હરિભક્તો (swaminarayan temple Big kitchen) માટે સ્વયં પ્રસાદ બનાવ્યો હતો. ત્યારથી માગશર મહિનામાં આયોજિત થતા પ્રત્યેક શાકોત્સવમાં ભરેલા આખા રીંગણ ,બાજરીના લોટના રોટલા, ઘી અને માખણ સાથે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદ રૂપે પ્રત્યેક હરિભક્તોને આપવામાં આવે છે. તે પરંપરા આજે 200 વર્ષ બાદ પણ જળવાયેલી જોવા મળે છે
અનોખી ધાર્મિક પરંપરા શાકોત્સવમાં (swaminarayan Sampraday Junagadh) મુખ્યત્વે ભરેલા આખા રીંગણનું શાક અને બાજરીના રોટલા માખણ કે ઘી સાથે હરિભક્તોને આપવાની વિશેષ પરંપરા છે. રીંગણનો પાક ખૂબ જ જોવા મળે છે. અને આ મહિના દરમિયાન રીંગણ ખાવા પ્રત્યેક વ્યક્તિ માટે આરોગ્યપ્રદ હોવાનું મનાય છે. જેથી શાકોત્સવમાં ભરેલા રીંગણના શાકની સાથે બાજરીના રોટલા અને દેશી ઘી કે માખણ પ્રસાદ રુપે આપવામાં આવે છે. વધુમાં આ શાકોત્સવની બીજી વિશેષતા એ છેકે તે માગશર મહિનાના કોઈ પણ દિવસે તિથિ કે તારીખ જોયા વગર તેનું આયોજન થતું હોય છે .સામાન્ય રીતે સનાતન ધર્મમાં ધાર્મિક ઉત્સવો તિથિ કે તારીખ અનુસાર હોય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનો ધાર્મિક ઉત્સવ કોઈ પણ પ્રકારની તિથિ કે તારીખ સાથે અનુબંધ ધરાવતો નથી. જેથી પણ આ શાકોત્સવ વિશેષ ધાર્મિક પરંપરા બની રહી છે.
ભવ્ય શાકોત્સવસ્વામિનારાયણ મંદિરમાં (swaminarayan temple Junagadh)આજે ભવ્ય શાકોત્સવનું આયોજન થયું છે. જેમાં 20 મણ બાજરીના લોટમાંથી મહિલા સેવકો દ્વારા રોટલા બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે 20 મણ ભરેલા રીંગણનું શાક પણ સ્વામીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. વધુમાં 250 કિલો ચુરમાના લાડુ પણ શાકોત્સવમાં બનાવવામાં આવે .છે 180 કિલોની ખીચડી પણ શકોત્સવની શોભા વધારી રહી છે. વધુમાં શાક અને રોટલા તેમજ દાળ માટે 100 કિલો જેટલું ચોખ્ખું દેશી ઘી અને માખણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રસોડું હરિભક્તોનું પૂરઆજે દિવસ દરમિયાન 10 હજાર કરતાં વધુ હરિભક્તો શાકોત્સવમાં ભાગ લઈને ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયં પ્રસ્થાપિત કરવામાં આવેલી શાકોત્સવની ધાર્મિક પરંપરામાં ઉત્સાહભેર ભાગ લઈને ભગવાન સ્વામિનારાયણના પ્રસાદ રૂપે રીંગણનું શાક અને બાજરીનો રોટલો ગ્રહણ કરશે.