- તૌકતે વાવઝોડમાં દરીયાકાઠા વિસ્તારમાં ઘણુ નુક્સાન
- માલધારીઓને આપવામાં આવશે રાહત નિધી
- મકાનમાં થયેલા નુક્સાનનું પણ વળતર અપાશે
જૂનાગઢ: તૌકતે વાવઝોડાના કારણે દરીયા કિનારાના વિસ્તારમાં ઘણુ નુક્સાન થયું છે અને તે માટે સરકાર લોકોને વળતર પણ ચુકવી રહી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને મેંદરડા પંથકમાં આવેલા 20 જેટલા નેસોમાં ભારે નુક્સાન થયુ હતુ જેને લઈને નેસવાસીઓને રાહતનિધી ગુરૂવારે આપવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.