જૂનાગઢમાં વરસાદને પગલે થયેલા નુકસાનથી ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
જૂનાગઢઃ કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો છે, જેને લઈને ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
જૂનાગઢ શહેરમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો હવે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગઈકાલે બપોર બાદ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેને કારણે ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં ચોમાસાની માફક પાણી ફરી વળ્યા હતાં. જૂનાગઢ તાલુકાના ઝાલણસર સહિત આસપાસના ગામોમાં ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને મગફળી અને કપાસનો પાક નિષ્ફળ નીવડ્યો હતો. જેને લઇને ખેડૂતો હવે આક્રમક બનતા પણ જોવા મળી રહ્યા છે.